Western Times News

Gujarati News

કાશ્મીરમાં વિવાદ પેદા કરવાની પાછળ પાકિસ્તાનનો હાથ: પૂર્વ મેજર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના એક પૂર્વ મેજર જનરલે પોતાના પુસ્તકમાં માન્યુ છે કે કાશ્મીરમાં વિવાદ પેદા કરવાની પાછળ પાકિસ્તાનનો હાથ છે તેના માટે પાકિસ્તાને કાશ્મીરીઓને જ ઢાલ બનાવ્યા છે. ભારતની આઝાદી બાદ કાશ્મીરના મુરાદાને લઇ અભિયાનનું કમાન સંભાળનાર તે સમયના પાકિસ્તાનના મેજર જનરલ અકબર ખાને પોતાના પુસ્તક રેડર્સ ઇન કાશ્મીરમાં આ ખુલાસો કર્યો છે.

તેમણે લખ્યું છે કે ૨૬ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની સુરક્ષા દળોએ બારામુલા પર કબજાે કર્યો જયાં ૧૪,૦૦૦ની સરખામણીએ ફકત ૩,૦૦૦ લોકો જીવતા બચ્યા હતાં જયારે પાકિસ્તાની સેના શ્રીનગરથી ૩૫ કિમી દુર રહી ગઇ ત્યારે મહારાજા હરિસિંહે ભારત સરકારને કાશ્મીરના અધિગ્રહણ માટે પત્ર લખ્યો.

પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે ૧૯૪૭માં સપ્ટેમ્બરની શરૂઆતમાં તે સમયના મુસ્લિમ લીગના નેતા મિયાં ઇફિતખારૂદ્દીને તેમને કહ્યું હતું કે તે કાશ્મીર પોતાના કબજામાં લેવાની યોજના બનાવે. આખરે મેં યોજના બનાવી જેનું નામ કાશ્મીરમાં સૈન્ય વિદ્રોહ રાખવામાં આવ્યું અમારો હેતુ હતો આંતરિક રીતે કાશ્મીરીઓને મજબુત કરવાનો જે ભારતીય સેનાની વિરૂધ્ધ વિદ્રોહ કરી શકે. એ ધ્યાનમાં રાખવામાં આવ્યું કે કાશ્મીરમાં ભારત તરફથી કોઇ રીતની કોઇ સૈન્ય મદદ મળી શકે નહીં.

અકબર ખાને લખ્યું મને લાહોરમાં તે સમયના વડાપ્રધાન લિયાકત ખાનથી મળવા માટે કહેવામાં આવ્યું હું ત્યા પહોંચ્યો પરંતુ પહેલા હું પ્રાંતીય સરકારના સચિવાલયમાં એક સંમેલનમાં ગયો આયોજન પંજાબ સરકારમાં મંત્રી રહેલ સરદાર શૌકત હયાત ખાનની કચેરીમાં થયુ.

મેં જાેયુ કે મારી પ્રસ્તાવિત યોજના કોપી કોઇના હાથમાં હતી. ૨૨ ઓકટોબરે પાકિસ્તાની સેનાએ સીમા પાર કરી અને ૨૪ ઓકટોબરે મુઝફફરનગર અને ડોમેલ પર હુમલો કર્યો જયાં ડોગરા સૈનિકોને પીછેહટ કરવી પડી આગામી દિવસે અમે શ્રીનગર રોડ પર નિકળ્યા અને પછી ઉરીમાં ડોંગરાઓને પાછળ હટાવ્યા ૨૭ ઓકટોબરે ભારતે કાશ્મીરમાં સેના મોકલી દીધીપાકિસ્તાનના વડાપ્રધાને ૨૭ ઓકટોબરની સાંજે સ્થિતિને ધ્યાનમાં રાખી લાહૌરમાં બેઠક કરી બેઠકમાં મેં પ્રસ્તાવ રાખ્યો કે કાશ્મીરમાં ધુષણખોરી માટે સેનાના હેતુ માટે ઉપયોગ કરવો જોઇએ નહીં ફકત આદિવાસીઓને ત્યાં મોકલવામાં આવે પાકિસ્તાની સેનાએ આદિવાસીઓની મદદ લીધી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.