Western Times News

Gujarati News

શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો

વેન્ટીલેટર પર ના દર્દીઓની સંખ્યા ઓછી થઈઃ પ૬ ટકા બેડ ખાલી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં કોરોના કેસનો આંકડો લગભગ સ્થિર થઈ ગયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યા બાદ પણ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે તેમજ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ૧૭ ઓકટોબરના રીપોર્ટ મુજબ ખાનગી હોસ્પિટલોમાં આઈ.સી.યુ (વેન્ટી લેટર)માં પ૬ ટકા બેડ ખાલી છે.

સ્માર્ટસીટીમાં છેલ્લા એક મહીનાથી કોરોનાના દૈનિક ૧૬૦-૧૭૦ કેસ નોધાય છે. સપ્ટેમ્બર મહીનામાં ઓકસીજન લેવલમાં ઘટાડો થયો હોય તેમજ વેન્ટીલેટર મુકવામાં આવ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા વધોર હતી પરંતુ ઓકટોબર મહીનામાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા વધી રહી છે જેના કારણે દર્દીઓને સરળતાથી એડમિશન મળી શકે છે. મ્યુનિ. કોર્પોરેશને ૬૬ ખાનગી હોસ્પિટલો સાથે કરાર છે જેમાં આઈસોલેશન, એચ.ડી.યુ, વેન્ટીલેટર વિના આઈ.સી.યુ. તથા વેન્ટીલેટર સાથે આઈ.સી.યુ એમ ચાર પ્રકારના વોર્ડ ઉપલબ્ધ રહે છે.

ગત્‌ આઠ ઓકટોબરે ખાનગી હોસ્પિટલોના ૧૮૭૩ બેડ પૈકી ૧ર૬પ બેડ ભરેલા હતા જયારે ૬૦૮ બેડ ખાલી હતા. આમ ખાલી બેડની ટકાવારી ૩ર.૪૬ હતી જયારે વેન્ટીલેટર સાથેી ૧પ૬ બેડ પૈકી માત્ર ૩૮ બેડ જ ખાલી હતા જયારે ૧૧૮ દર્દીઓ ગંભીર હતા નવ ઓકટોબરે બેડની સંખ્યા વધારીને ૧૯૦૪ કરવામાં આવી હતી જે પૈકી ૧ર૦૪ બેડ ભરેલા અને ૭૦૦ બેડ ખાલી હતા ખાલી બેડની ટકાવારી વધીને ૩૬.૭૬ ટકા થઈ હતી જયારે વેન્ટીલેટર સાથેના ૧પ૭ બેડ પૈકી ૪ર ખાલી હતા ૧ર ઓકટોબરના રીપોર્ટ મુજબ ૬૬ હોસ્પિટલોમાં કુલ ૧૯૧૧ બેડ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧૧૩ ભરેલા અને ૭૯૮ બેડ ખાલી હતા ખાલી બેડની ટકાવારી વધીને ૪૧ ટકા થઈ હતી જયારે વેન્ટીલેટર સાથે ૧પ૬ બેડ હતા જેમાં પ૩ બેડ ખાલી હતા. વેન્ટીલેટરના ઉપલબ્ધ બેડની ટકાવારી તે દિવસે પ૧ ટકા થઈ હતી.

મતલબ કે ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ૧૪ ઓકટોબરે ૧૯૧૧ બેડ પૈકી ૮ર૭ બેડ ઉપલબ્ધ હતા. જયારે વેન્ટીલેટર સાથેના ૧પ૮ બેડ સામે પ૧ બેડ ખાલી રહયા હતા તે દિવસે વેન્ટીલેટર સાથેના ઉપલબ્ધ બેડની ટકાવારી ૪૭ ટકા થઈ હતી જયારે ૧૭ ઓકટોબરે ખાનગી હોસ્પિટલના ૧૯ર૯ બેડ પૈકી ૧૦૪૧ બેડ ભરેલા હતા જયારે ૮૮૮ બેડ ખાલી હતા. વેન્ટીલેટર સાથેના ૧પપ બેડ પૈકી પ૬ બેડ ખાલી છે આમ ગંભીર દર્દીઓ માટે પ૬ ટકા બેડ ઉપલબ્ધ છે. જયારે ખાનગી હોસ્પિટલોના કુલ બેડ સામે ૪૬ ટકા બેડ ખાલી છે.

શહેરમાં કોરોનાના દર્દીઓને એડમીશન માટે જે હાલાકી થતી હતી તે સમસ્યા લગભગ હળવી બની છે તથા ૬૬ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સરળતાથી એડમિશન મળી શકે છે. સપ્ટેમ્બર મહીનામાં વેન્ટીલેટર માટે જે તકલીફો જાેવા મળી હતી તેવી કોઈ સમસ્યા ઓકટોબરમાં જાેવા મળતી નથી વેન્ટીલેટર સિવાયના આઈ.સી.યુ. વોર્ડ, એચ.ડી.યુ. તથા આઈસોલેશન વોર્ડમાં પણ પુરતી સંખ્યામાં બેડ ઉપલબ્ધ થઈ રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.