Western Times News

Gujarati News

બાયડના સાઠંબામાં વરલી મટકું ચલાવતા બે આરોપીઓને દબોચતી પોલીસ

અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં વરલી મટકું ચલાવતા બે શખ્સોને સાઠંબા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે.    વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા ગામમાં જાહેરમાં વરલી મટકાનો આંકફરકનો જુગાર રમાડતા બે શખ્સો સાઠંબા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

તા. ૧ ૭’ઓક્ટોબર, ૨૦.ના રોજ સાઠંબા પોલીસ મથકના અ. હે. કો. મુકેશસિહ ભીખુંસિહએ બાતમીના આધારે જાહેરમાં વરલી મટકાનો આંકફરકનો જુગાર રમી રમાડતા બે શખ્સો (૧) પ્રવિણસિહ પ્રભાતસિહ સોલંકી રહે. ખાંડા તા. બાયડ જી.અરવલ્લી. (૨) પ્રભાતજી વિરમજી પરમાર. રહે. કલાજીના મુવાડા તા. બાયડ જી.અરવલ્લી ને રંગેહાથ ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂપિયા ૮૯૦/-તથા જુગાર રમવાનું સાહિત્ય સાથે જાહેરમાં ગુનો આચરતાં ઝડપી લીધા છે. દિલીપ પુરોહિતબાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.