Western Times News

Gujarati News

બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક સંકેતોને અવગણશો નહીં: કેન્સર એક્સપર્ટ્સ

Dr. Tanvir Maksood

સુરત- ઓક્ટોબરમાં વૈશ્વિક સ્તરે મનાવવામાં આવતા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથની યાદમાં સુરત શહેરના ઓન્કોલોજિસ્ટ્સ કહે છે કે બ્રેસ્ટ કેન્સનું નિદાન અને સારવાર આ વર્ષે ખૂબ જ પડકારજનક છે. લોકડાઉન દરમિયાન શહેરમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ (Breast Cancer Patients) તેમની સારવાર ચાલુ રાખતા હતા,

ત્યારે સુરતના ઉપનગરીય વિસ્તારના દર્દીઓએ નવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સુરતના સુરત ઓન્કોલોજી સેન્ટરના કેન્સર એક્સપર્ટ, ડો. અંકિત પટેલે જણાવ્યું હતું કે, “લોકડાઉન દરમિયાન પરિવહન સ્થગિત થવાને કારણે, શહેરના ઉપનગરીય વિસ્તારના ઘણા દર્દીઓએ તેમની સારવાર વચ્ચે છોડી દીધી હતી. હવે જ્યારે અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે  અમે આ ક્ષેત્રના દર્દીઓ પાસેથી એડવાન્સ સ્ટેજ પર કોમ્પ્લિકેશન્સ કે કેન્સરની આશા રાખીએ છીએ.”

કોવિડ 19 મહામારી દરમિયાન, એક્સપર્ટ્સ ફોન અને વિડીયો પરામર્શ દ્વારા તેમની સારવારને સમર્થન આપવાનું અને વિસ્તૃત કરવાનું ચાલુ રાખતા હતા, ખાસ કરીને તેમને કે જેઓ ફોલોઅપ કરતા હતા. સુરત ઓન્કોલોજી સેન્ટરના અન્ય કેન્સર એક્સપર્ટ ડો.તનવીર મકસુદે જણાવ્યું હતું કે, “બ્રેસ્ટ કેન્સર કે જેનું વહેલું નિદાન કરવામાં આવે છે તે સામાન્ય રીતે સારવાર માટે સરળ હોય છે અને જીવન ટકાવી રાખવાની શ્રેષ્ઠ તકો આપે છે. બ્રેસ્ટ કેન્સર માટે નિયમિત સ્ક્રીનિંગ, 40 વર્ષની ઉંમર પછી એન્યુઅલ મેમોગ્રામ્સ અને 30 વર્ષની ઉંમર પછી સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામ્સ દરેક માટે મહત્વપૂર્ણ છે.” જેટલી લોકો ઝડપથી મેડિકલ એડવાઈઝ લે છે તેટલી જ ઝડપથી તે લોકો સ્વસ્થ થાય છે.

Dr. Ankit Patel Surat

ઈન્ડિયામાં, જ્યારે દર્દીઓ સારવાર માટે ડોક્ટર પાસે પહોંચે છે, ત્યારે તેમાંના મોટા ભાગના એડવાન્સ સ્ટેજ પર હોય છે, તેથી એક્સપર્ટ્સ નાની ઉંમરે સ્વ સ્તન પરીક્ષણની સલાહ આપે છે. આ જોવા માટે સ્પર્શ કરો કે શું તમે કાંઈપણ અસામાન્ય મેહસૂસ કરો છો; કોઈ પરિવર્તન જુઓ છો; અને કોઈપણ પરિવર્તનની તમારા ડોક્ટર પાસે તપાસ કરવો. બ્રેસ્ટના નિપલ એરિયા સહીત, આર્મપિટ્સ સુધી અને કોલરબોન સુધી, જ્યારે તમે તમારી જાતને ચકાસી રહ્યા હો ત્યારે બ્રેસ્ટની દરેક પેશીઓ શામેલ કરવાનું યાદ રાખો.

હેલ્ધી લાઈફસ્ટાઈલને અપનાવો; જન્ક ફૂડ લેવાનું ટાળો, વધારાનું વજન ઓછું કરવા નિયમિત એક્સર્સાઈઝ અને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એ બ્રેસ્ટ કેન્સરથી તમારી જાતને બચાવવા માટેના ગોલ્ડન રૂલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.