Western Times News

Gujarati News

સીમા વિવાદ વચ્ચે એસસીઓ સંમેલનમાં મોદીનો જિનપિંગ અને ઇમરાનથી સામનો થશે

રશિયા એસસીઓ શિખર સંમેલનની મેજબાની વર્ચુઅલ માધ્યમથી કરવા જઇ રહ્યું છે.

નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બંન્ને દેશોના પ્રમુખ નેતાઓની મુલાકાત થઇ શકે છે. મળતી માહિતી અનુસાર આ મુલાકાત શંધાઇ સહયોગ સગઠન એસસીઓ શિખર સંમેલન દરમિયાન થઇ શકે છે.

રશિયા એસસીઓ શિખર સંમેલનની મેજબાની વર્ચુઅલ માધ્યમથી કરવા જઇ રહ્યું છે.ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ સંમેલનનું આયોજન ૧૦ નવેમ્બરે કરવામાં આવસે આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ સામેલ થઇ રહ્યાં છે માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનમાં વડાપ્રધાન મોદીની મુલાકાત જિનપિંગ અને ઇમરાનથી થઇ શકે છે.

એસસીઓ શિખર સંમેલન ભારત માટે સુરક્ષા અને અન્ય રાજનીતિક મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સાથે આતંકવાદ જેવા મુદ્દા પર પોતાની વાત રાખવાનો એક મહત્વપૂર્ણ મંચ છે જયાં મે મહીનાથી સીમા પર જારી તનાવ વચ્ચે આ શિખર સંમેલનમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આમને સામને રહેશે.

જયારે આ સપ્તાહ ભારત અને ચીન સીમા પર જારી વિવાદને ઉકેલવા માટે આઠમી વાર સૈન્ય સ્તરની વાર્તા કરી શકે છે જાે કે ગત સાત દૌરની વાર્તાઓ બાદ પણ બંન્ને દેશ સીમા વિવાદને ઉકેલી શકયા નથી અને કોઇ પરિણામ સુધી પહોંચ્યા નથી બીજી તરફ રશિયાએ એ વાતને ફગાવી દીધી છે કે તે ભારત ચીન વચ્ચે મધ્યસ્થા કરવા ઇચ્છે છે રશિયાએ એ વાત પર ભાર મુકયો કે એસસીઓ ફોરમનો ઉપયોગ હંમેશા સભ્ય દેશો દ્વારા પરસ્પર વિશ્વાસ અને વિશ્વાસને બનાવી રાખવામાં માટે કરી શકાય છે.

આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ હાજર રહેનાર છે આવામાં વડાપ્રધાન મોદી એકવાર ફરીથી સીમા પર આતંકવાદ ફેલાવવાને લઇ પાકિસ્તાનને ઘેરી શકે છે.મોદી આતંકવાદીઓને સહાયતા સમર્થન અને નાણાંકીય સહાયતા પ્રદાન કરવા માટે પણ ઇસ્લામાબાદને નિશાન પર લઇ શકે છે. એ યાદ રહે કે ભારતે ખુદ નવેમ્બરના અંતમાં એસસીઓ પ્રમુખોની બેઠકની મેજબાની કરવાની છે.સરકારે પહેલા જ કહ્યું કે તે આ બેઠકમાં ઇમરાન ખાનને આમંત્રિત કરશે જયારે સરકારને પણ હજુ આ નક્કી કરવાનું છે કે બેઠકનું આયોજન શારીરિક રીતે કરવામાં આવશે કે આભાસી માધ્યમથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.