Western Times News

Gujarati News

વોશિંગ મશીનમાંથી કોબ્રા નીકળતા મહિલાના હોશ ઉડ્યા

Files Photn

હરિયાણા: કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ આજે ભારતમાં મોટાપાયે કરવામાં આવી રહ્યો છે. હરિયાણાના કરનાલ જિલ્લાના એક ઘરમાં આવી ઘટના સામે આવી છે. અહીં વોશિંગ મશીનમાં કપડા ધોવા જઈ રહેલી મહિલાને એક ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો. તેને જોઈને તે મહિલા ખૂબ ડરી ગઈ. મહિલાએ તાત્કાલિક સમજદારીથી કામ લઈને તેની જાણકારી પોતાના પતિને આપી, ત્યારબાદ સાપ પકડવા માટે પ્રોફેશનલ સતીશ ફફડાનાને જાણકારી આપવામાં આવી.

સ્નેક મેન સતીશે ઘટનાસ્થળે પહોંચીને સાપને પક્ડયો અને કપડામાં બાંધી દીધી. તેમણે જણાવ્યું કે આ સાપ કોબ્રા છે, જેના એક વારના ડંખથી અને સમયસર સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે. સ્નેક મેને જણાવ્યું કે જ્યારે વાતાવરણમાં પરિવર્તન થાય છે ત્યારે સાપની સંખ્યા વધી જાય છે અને જંગલથી બહાર આવી જાય છે. તેઓએ જણાવ્યું કે આ સાપ ઘણો ખતરનાક હોય છે અને તેનાથી બચવું જોઈએ. સ્નેક મેનનું કહેવું છે કે આ સાપોને જાતે પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેને પકડવા માટે એક્સપર્ટને બોલાવવા જોઈએ જેથી કોઈ દુર્ઘટાન ન થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.