Western Times News

Gujarati News

હાથરસ કાંડ: જેલમાં બંધ આરોપીમાંથી એક સગીર નીકળ્યો

હાથરસ : ચંદપા પોલીસ ક્ષેત્રમાં આવતા બુલગઢી ગામમાં દલિત દીકરી સાથે થયેલ બળાત્કાર કેસમાં (Hathras Case) શરૂઆતથી પોલીસની ભૂમિકા સંદેહજનક રહી છે. હવે આ મામલે પોલીસની વધુ એક બેજવાબદારી સામે આવી છે. અલીગઢ જેલમાં આ કેસ મામલે જે ચાર આરોપીઓને બંધ કરવામાં આવ્યા છે તેમાંથી એકની હાઇસ્કૂલ માર્કશીટ સામે આવી છે. માર્કશીટ મુજબ આરોપી સગીર છે. આમ છતાં પોલીસે આ મામલે યોગ્ય તપાસ કર્યા વગર તેને જેલ ભેગો કરી લીધો છે. જ્યારે કાનૂન મુજબ તેને જેલ નહીં પણ બાળ સુધાર ગૃહ મોકલવો જોઇએ. અને તેની ઓળખ પણ જગજાહેર ન કરવી જોઇએ.

આરોપીઓના ઘરે જ્યારે પૂછપરછ કરવા માટે સીબીઆઇની ટીમ પહોંચી તો તેમના હાથે આરોપીની હાઇસ્કૂલ માર્કશીટ સામે આવી. જે મુજબ તે સગીર છે. આ પછી સીબીઆઇએ સસ્પેન્ડેડ પોલીસકર્મીઓની પણ પુછપરછ કરી. સોમવારે મોડી રાતે સીબીઆઇની ટીમે ચંદપામાં સસ્પેન્ડ થયેલા સીઓ રામશબ્દ, ઇસ્પેક્ટર ડીકે વર્મા અને હેડ મોહર્રર મહેશ પાલથી લગભગ 5 કલાક પૂછપરછ કરી. અને તે પછી મહત્વના પુરાવા જોડવા માટે પાછી ઓફિસ જતી રહી.

આ પહેલા સોમવારે સીબીઆઇની એક ટીમે પીડિતાની સારવાર કરનાર અલીગઢ મેડિકલ કોલેજના ડૉક્ટરને મળીને તેની જોડે પણ આ કેસ મામલે પુછપરછ કરી હતી. આ પછી સીબીઆઇની ટીમ અલીગઢ જેલ ગઇ હતી. જ્યાં ચારેય આરોપી બંધ છે.

સીબીઆઇની ટીમ ચાર આરોપીઓથી મેરોથોન પુછપરછ પણ કરી. ઉલ્લેખનીય છે કે ગત 8 દિવસોથી સીબીઆઇની ટીમે આ મામલે પોતાની તપાસની સ્પીડ વધારી છે. બીજી તરફ એસઆઇટીએ પણ પોતાની તપાસનો રિપોર્ટ 21 ઓક્ટોબર સોંપશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.