Western Times News

Gujarati News

ધવનની સદી એળે ગઈ, પંજાબનો પાંચ વિકેટે વિજય

દુબઈ: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનની ૩૮મી મેચ દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી હતી. મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હરાવી મેચ જીતી લીધી છે.

આ જીત મેળવતા જ પંજાબની ટીમ ૮ પોઈન્ટ સાથે સ્કોરકાર્ડમાં પાંચમાં નંબરે આવી ગયું છે. જ્યારે દિલ્હી ૧૪ પોઈન્ટ સાથે પહેલા નંબરે યથાવત રહ્યું છે. પંજાબ તરફથી આ વિજયમાં મહત્વનું યોગદાન નિકોલસ પૂરનનું રહ્યું. તેણે ૨૮ બોલમાં ૩ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી ૫૩ રનની ઈનિંગ રમી ટીમને જીત અપાવી. પંજાબે આ મેચ ૧૯મી ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૬૫ રનનો ટારગેટ પૂરો કરી મેચ જીતી લીધી.

બીજી ઈનિંગ પંજાબ બેટિંગ કાર્ડદિલ્હીએ આપેલા ૧૬૫ રનના ટારેગટનો પીછો કરવા માટે પંજાબ તરફથી ઓપનિંગમાં કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાત ઉતર્યા હતા.

જોકે ત્રીજી જ ઓવરમાં રાહુલ માત્ર ૧૫(૧૧) રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ક્રિસ ગેલે મેદાન પર એન્ટ્રી મારી હતી. ગેલે ૨ છગ્ગા અને ૩ ચોગ્ગા ફટકારી માત્ર ૧૩ બોલમાં ૨૯ રન બનાવી આઉટ થઈ ગયો હતો. આજ ઓવરમાં મયંક અગ્રવાલ પણ ૫(૯) રન બનાવી રન આઉટ થઈ ગયો હતો.

જોકે ત્યાર બાદ મેદાન પર ઉતરેલા નિકોલસ પૂરન અને મેક્સવેલની જોડીએ સારી પાર્ટનરશિપ બનાવી અને ટીમને વિજય નજીક પહોંચાડી. પૂરણે ૩ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી ૨૮ બોલમાં ૫૩ રન બનાવ્યા, સામેની તરફ મેક્સવેલે ૩૨ (૨૪) રનની ઈનિંગ રમી હતી. જોકે બંને આઉટ થતા અંતમાં દિપક હૂડા ૧૫(૨૨) રન અને જેમ્સ નસીમે૧૦(૮) રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.

બીજી ઈનિંગ બોલિંગ કાર્ડબીજી ઈનિંગમાં દિલ્હીના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો સૌથી સફળ બોલર કગીસો રબાડા રહ્યો હતો તેણે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૨ વિકેટ મેળવી હતી. આ ઉપરાંત અક્ષર પટેલ અને અશ્વિનને ૧-૧ સફળતા મળી હતી. જ્યારે સૌથી ખર્ચાળ બોલર તુષાર દેશપાંડે રહ્યો હતો. તેણે ૨ ઓવરમાં ૪૧ રન આપ્યા હતા. ટોસ જીતીને દિલ્હીએ પહેલા બેટિંગ કરવા ર્નિણય કર્યો છે.

દિલ્હી તરફથી ઓપનિંગ માટે ઉતરેલા શિખર ધવને આ મેચમાં પણ પોતાનો જાદુ પાથરી દીધો. ફોર્માં જોવા મળશે ગબ્બરે ધમાકેદાર બેટિંગ સાથે ૬૧ બોલમાં ૧૦૬ રન ફટાકરી આઈપીએલના ઈતિહાસમાં સતત બે મેચમાં સદી ફટકારનારો પહેલો બેટ્‌સમેન બની ગયો છે. ધવનની આ ધૂવાંધાર બેટિંગની મદદથી દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમારી ૧૬૫ રન બનાવ્યા છે.

દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગમાં પૃથ્વી શો અને શિખર ધવન ઉતર્યા હતા. માત્ર ૨૫ રનના સ્કોરે જ પૃથ્વી શૉ માત્ર ૭(૧૧) રન બનાવ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ અયૈર મેદાન પર આવ્યો હતો. આઈપીએલમાં ફોર્મમા ચાલી રહેલા કેપ્ટન અયૈર આ મેચમાં પોતાનો જાદુ દેખાડી શક્યો નહીં અને માત્ર ૧૪ રન બનાવી અશ્વિની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જોકે શિખર ધવને ફૂલફોર્મમાં બેટિંગ કરી રહ્યો હતો પરંતુ સામેના છેડે કોઈ ખેલાડી ટકી શકતો નહતો.

રિષભ પંત ૧૪(૨૦)રન, સ્ટોઈનિસ ૯ (૧૦) રન અને હેતમાયરે ૧૦(૬) રન બનાવ્યા હતા. જ્યારે ધવને અણનર રહીને ૬૧ બોલમાં ૩ છગ્ગા અને ૧૨ ચોગ્ગાની મદદથી ૧૦૬ રનની શાનદાર ઈનિંગ રમી હતી. પહેલી ઈનિંગમાં બોલિંગની વાત કરીએ તો પંજાબ તરફથી સૌથી સફળ બોલર મોહમદ શમી રહ્યો હતો તેણે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.

આ ઉપરાંત મેક્સવેલ, નીશમ અને અશ્વિનન ૧-૧ વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે સૌથી ખર્ચાળ બોલર અર્શદીપ સિંહ રહ્યો હતો તેણે ૩ ઓવરમાં ૧૦ની એવરેજ સાથે ૩૦ રન આપ્યા હતા. તેને એક પણ સફળતા મળી નહોતી. દિલ્હીએ પોતાની ટીમમાં ૩ ફેરફાર કર્યા છે. ઋષભ પંત, ડેનિયલ સેમ્સ અને શિમરોન હેટમાયરને પ્લેઈંગ-૧૧માં સ્થાન મળ્યું છે. જ્યારે પંજાબે પોતાની ટીમમાં ૧ બદલાવ કર્યો છે. ક્રિસ જોર્ડનની જગ્યાએ ઓલરાઉન્ડર જિમી નીશમને તક આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.