Western Times News

Gujarati News

IPLમાં કેપ્ટન કુલ ચર્ચામાં ધોનીની નિષ્ફળતા : સમય બડા બલવાન હૈ

નિષ્ફળતાનો સામનો કરનાર ધોની એક માત્ર નથી: ઢળતી ઉંમરે દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને તેનો સામનો કરવો પડે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, પોતાના આગવા નિર્ણયો, ચપળતાપૂર્વકનું વિકેટ કીપીંગ તથા હેલિકોપ્ટર શોટ માટે ભારત સહિત વિશ્વભરમાં ટોચના ક્રિકેટરોમાં સ્થાન મેળવનાર મહેન્દ્રસિહ ધોનીની આઈ.પી.એલ.માં રમત જાેઈને તેના કરોડો ચાહકો નિરાશ થઈ ગયા છે. ૧૦ મેચોમાં માત્ર ૧૭૦ રન કરનાર ધોનીની બેટીંગ- કપ્તાની સહિતના મુદ્દાઓને લઈને તે ક્રિકેટ ચાહકોમાં ચર્ચામાં છે ધોની જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયો છે તેનો સામનો લગભગ અનેક સફળ ક્રિકેટરોને તેમના નિવૃતીના સમયે થયેલો છે.

બેટ-બોલના ટાઈમીંગમાં, નિર્ણયોમાં પાછા પડવુ, નબળી ફિલ્ડીંગ, રનીંગ બિટવીન ધ વિકેટ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો ધોની પહેલો ક્રિકેટર નથી ઢળતી ઉંમરે તે પછી સામાન્ય વ્યક્તિ હોય કે ક્રિકેટર દરેકને આ તબક્કામાંથી પસાર થવુ પડે છે. કુદરતી રીતે દરેકને ઉપરવાળો એક દશકો આપે છે જે દરમિયાન તેની કામગીરી અસરકારક જાેવા મળતી હોય છે. કુદરતના ગુડબુકમાં ધોનીનું નામ છે તેથી તેને થોડો વધારે સમય મળ્યો છે જયારે તમારો સમય સારો ચાલતો હોય ત્યારે સઘળુ સારૂ થતુ હોય છે જેવો સમય બદલાયો કે રાજા પણ રંક થઈ જાય છે.

આવા અનેક કિસ્સાઓ સમાજમાં જાેવા મળે છે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં જે શબ્દો કહયા અને માધ્યમોમાં જે છપાયુ તેને સૌ કોઈએ વાંચ્યુ છે. સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ ખરાબ સમય જાેયો છે. સમય જયારે સારો ચાલતો હોય ત્યારે જયાં પણ હાથ નાંખો ત્યાંથી રૂપિયા મળી જાય છે નિર્ણયો સાચા પડે છે

તે સાથે જ વ્યક્તિનો માન-મોભો- પ્રતિષ્ઠા વધે છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશ્વમાં કુલ કેપ્ટન તરીકે ઓળખાય છે તેના ચહેરા પર સિકસર માર્યા પછી પણ હાવભાવમાં ફરક પડતો નથી ખુશી વ્યકત કરવા તેને નાચવુ પડતુ નથી કે શરીર પરની ટી-શર્ટ નીકાળવી પડતી નથી. આ ધોનીને આજકાલ શું થયુ છે ?? બેટીંગ ભૂલી ગયો છે ??

નિર્ણયો ખોટા કેમ પડી રહયા છે ?? આ તમામ પ્રશ્નો તેના કરોડો ફેન્સને સતાવી રહયા છે પરંતુ સમય આગળ કોનું ચાલતુ નથી તે આપણે પણ સમજવુ જાેઈએ. સમય બડા બલવાન હૈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.