Western Times News

Gujarati News

જંબુસર તાલુકાના પાંચકડા ગામે દૂધ ઉત્પાદક મહિલા મંડળીનો શુભારંભ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર તાલુકાના પાંચકડા ગામે કેર ઈન્ડિયાના પ્રયત્નોથી પીઆઈ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ થકી દૂધ ઉત્પાદક મહિલા મંડળીનો શુભારંભ કરાયો હતો.જંબુસર તાલુકામાં ચાર વર્ષથી કેર ઈન્ડિયા કાર્યરત છે જેના થકી મહિલા ઉત્થાન ખેતીલક્ષી પશુપાલન સહિત વિવિધ આર્થિક ઉત્પાર્જન મહિલાઓ માટે કરવામાં આવે છે.

મહિલાઓ પુરૂષ સમોવડી બની ઘર માટે આર્થિક સહાયમાં મદદરૂપ બને છે કે એર ઈન્ડિયાના પ્રયત્નથી અને પીઆઈ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અગાઉ જંબુસર તાલુકાના સાંગડી અને મદાફર ગામે દૂધ ઉત્પાદક મહિલા મંડળીની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં પાંચકડા ગામ ના દસ મહિલા મંડળો માંથી અગિયાર મહિલાઓ દ્વારા દૂધ ઉત્પાદક મહિલા મંડળીની માંગણી કરવામાં આવી હતી.

જે અનુસંધાને કેર પ્રોજેક્ટ ટીમના પ્રયત્નોથી પીઆઈ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી દૂધ ઉત્પાદક મહિલા મંડળીનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પીઆઈ ફાઉન્ડેશન દ્વારા થતી સમાજલક્ષી વિવિધ કામગીરીની જાણકારી જેમાં ફરતું દવાખાનું બેરોજગાર યુવાનો માટે સ્કીલ સેન્ટર સહિત સ્વાસ્થ્ય શિક્ષણ વ્યવસાયલક્ષી તકો અંગે અમરેન્દ્રસિંહ દ્વારા જણાવાયું અને વધુમાં વધુ લોકો લાભ લેવા જણાવ્યું હતું.

સરકારની વિવિધ યોજના તથા મોટીવેશન અંગે તથા મંડળની દરેક બહેનોએ પોતાની જવાબદારી નિભાવી એકબીજામાં વિશ્વાસ રાખવો જોઈએ સંગઠનમાં શક્તિ છે.

માટે સંગઠન મજબુત બનાવવું પડશે હાલ સરકાર દ્વારા રજુ થયેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સવિસ્તાર માહિતી આપી અને દરેક મંડળ અને લાભ લેવા મિશન મંગલમ અધિકારી રાગ્નેશ પટેલ દ્વારા જણાવાયું હતું તથા પાંચકડાં દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ ધર્મિષ્ઠાબેન કેર ઇન્ડિયા સાથેના અનુભવો વર્ણવ્યા અને મંડળી શરૂ કરવા અંગેના પ્રસંગોનું   વર્ણન કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શબનમ કુરેશી દ્વારા કરાયુ હતુ.

આ પ્રસંગે ગ્રામ પંચાયત સરપંચ વિલાસબેન ગોહિલ,પ્રોજેક્ટ મેનેજર રાહુલ ભદોરીયા,ઈન્સ્ટીટ્યુશન બિલ્ડીંગ ઑફિસર શબનમ કુરેશી,અભિષેક રાઠોડ હિતેશ રાઠોડ ફિલ્ડ ઓફીસર સહિત કલસ્ટર કો.ઓર્ડિનેટર,ગ્રામજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.