Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ : સેના અને પોલિસ વચ્ચેના સંઘર્ષમાં 10 લોકોના મોત

કરાંચી, પોલિસના મામલામાં સેનાના હસ્તક્ષેપના કારણે હવે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઉભી થઇ છે. પાકિસ્તાનમાં સેના અને પોલિસ સામસામે આવી ગયા છે. બંને વચ્ચે અત્યારે ભીષણ ગોળીબારી ચાલી રહી છે. સેના અને પોલિસના સંઘર્ષ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં પાંચ સૈનિકો સહિત કુલ 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાનના મુખ્યધારાના મીડિયા હાઉસ દ્વારા પાકિસ્તાનના આ ગૃહયુદ્ધને છુપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

સિંધની પોલિસ અને પાકિસ્તાની સેના વચ્ચે થયેલી ભીષણ ગોળીબારી દરમિયાન સેનાએ પોલિસ અધિક્ષક આફતાબ અનવરની ધરપકડ કરી છે. પોલિસ અને સેના વચ્ચે ઘર્ષણની શરુઆત ત્યારે થઇ, જ્યારે 11 વિપક્ષી દળોના ગઠબંધન ડેમોક્રેટિક મૂવમેન્ટે કરાંચીમાં એક વિશાળ રેલી કરી હતી. આ રેલીમાં ઇમરાન સરકાર અને સેના ઉપર નિશાન સાધ્યું હતું. આ રેલીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા, ઉપરાંત લંડનમાં રહેલા પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે પણ વીડિયો મારફતે સંબોધન કર્યુ.

રેલી પત્યા પછી પાકિસ્તાની સેને મુસ્લિમ લીગ નવાજની નેતા મરયમ નવાજના પતિ સફદર અવાનની હોટેલમાંથી ધરપકડ કરી. ત્યારબાદ સેનાએ સિંધ પ્રાંતના આઇજીનું પણ સેનાએ અપહરણ કર્યુ અને ત્યારબાદ સ્થિતિ બગડી. પોલિસના ઉચ્ચ અધિકારીના અપહરણ બાદ સંઘર્ષ શરુ થયો છે. જે મામલાએ હવે ગંભીર સ્વરુપ ધારણ કર્યુ છે. સિંધ પ્રાંતના તમામ મોટા અધિકારીઓએ રજા માટેની અરજૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.