Western Times News

Gujarati News

શાહનવાજ બાદ સુશીલ મોદી, મંગલ પાંડે અને રૂડી કવારંટીન થયા

નવીદિલ્હી, બિહારમાં આગામી અઠવાડીયે પહેલા તબક્કાનું મતદાન થનાર છે તેને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ જાેરશોરથી પ્રચાર અભિયાનમાં લાગી છે આ વચ્ચે ભાજપ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે હકીકતમાં પાર્ટી સ્ટાર પ્રચારક સૈયદ શાહનવાજ હુસૈન રાજીવ પ્રતાપ રૂડી સુશીલ મોદી અને મંગલ પાડે કવારંટીન થયા છે.

જાે કે હજુ સુધી ફકત શાહનવાજ હુસૈનના કોરોના સંક્રમિત થવાની પુષ્ટી થઇ છે બાકીના નેતાઓને લઇ એવી ચર્ચા છે કે તે પણ વાયરસની ચપેટમાં આવી ગયા છે ત્યારબાદ તેમને કવારંટીન કરવામાં આવ્યા છે જાે કે હાલ સત્તાવાર રીતે તેની પુષ્ટી કરવામાં આવી નથી.

શાહનવાજે ખુદ ટ્‌વીટ કરી પોતાને કોવિડ ૧૯થી સંક્રમિત થવાની જાણકારી આપી હતી તેમણે લખ્યું કે હું કેટલાક એવા લોકોના સંપર્કમાં આવ્યો હતો જે કોરોના સંક્રમિત જણાયા છે.મેં મોરો ટેસ્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો ગત કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને હું વિનંતી કરૂ છું કે તે સરકારી દિશા નિર્દેશ અનુસાર પોતાની કોરોના તપાસ કરાવી લે.

તેમણે કહ્યું કે તે હાલ એમ્સના ટ્રામાં સેન્ટરમાં દાખલ છે.તેમણે ટ્‌વીટ કરી તેની માહિતી આપતા કહ્યં કે હું એમ્સના ટ્રામા સેન્ટરમાં દાખલ છું હું સારૂ અનુભવી રહ્યો છું ચિંતાની કોઇ વાત નથી રિપોર્ટ અનુસાર સુશીલ મોદી અને બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેની પણ ગત કેટલાક દિવસોથી તબીયત ખરાબ છે જાે કે રાજીવ પ્રતાપ રૂડીને લઇ કોઇ પુષ્ટ માહિતી મળી નથી.

જયારે બિહારના કોરોના વાયરસ આંકડાની વાત કરીએ તો રાજયમાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે અને ૧૦૧૯ લોકોના મોત થયા છે આરોગ્ય વિભાગ અનુસાર ગત ૨૪ કલાકમાં બિહારમાં ૧૧૦૦ કોરોના સંક્રમિત વ્યક્તિ સારવાર બાદ સ્વસ્થ થયા છે.રાજયમાં અત્યાર સુધી ૧,૯૪,૮૮૯ સંક્રમિત સ્વસ્થ થઇ ચુકયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.