Western Times News

Gujarati News

કોરોના વાયરસની વેકસીન મફતમાં આપવાની વાતથી રાજકીય ભૂકંપ

Files Photo

નવીદિલ્હી, ચુંટણી ઘોષણાપત્રમાંં બિહારના લોકો માટે મફતમાં કોરોના વેકસીનનું વચન કરી ભાજપ ફસાઇ ગઇ છે. વિરોધ પક્ષો તેના પર પ્રહારો કરી રહી છે.

આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને લઇ મોદી સરકાર પર વ્યંગ કર્યો છે તેણે ટ્‌વીટ કરી કહ્યું કે હવે દેશવાસી રાજયવાર ચુંટણીના કાર્યક્રમને જાેઇને જાણી શકશે કે તેમને કોરપોનાની વેકસીન કયારે મળશે.

રાહુલની આ વ્યંગના અંદાજમાં ટ્‌વીટ કર્યું કે ભારત સરકારે કોવિડ વેકસીન વિતરણની જાહેરાત કરી દીધી છે.આ જાણવા માટે કે વેસીન અને ખોટા વચન કયારે મળશે મહેરબાની કરી પોતાના રાજયની ચુંટણીની તારીખ દેખો તેમનો વ્યંગ હતો કે જયાં ચુંટણી હશે ફકત ત્યાંના લોકોને મફતમાં કોરોનાની મળશે.

કોંગ્રેસનું કહેવુ છે કે ભાજપના લોકો મોતને ભય બતાવી રહ્યાં છે.કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલે કહ્યું કે બિહાર ચુંટણીમાં ભાજપના લોકોને મોત બતાવી રહી છે કોંરોના વેકસીન મજાક ઉડાવવી ખોટું બોેલવાનો વિષય હોઇ શકે નહીં.

સુરજેવાલે કહ્યું હતું કે લોકડાઉનમાં પ્રવાસી મજુરોના સંકટના સમયે બિહારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તે બિહારીઓને પ્રવેશવા દેશે નહીં. વડાપ્રધાને કહ્યું કે રસી એક વર્ષ પહેલા લગાવી શકાશે નહીં. કોરોનાના કારણે એક હજાર બિહારીઓના મોત થયા છે.

રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે કોરોનાની રસી દેશની છે ભાજપની નહીં. રસીનો રાજનીતિ ઉપયોગ બતાવે છે કે તેમની પાસે બીમારી અને મોતનો ભય બેચવા સિવાય કોઇ વિકલ્પ નથી.

બિહારી સ્વાભિમાની છે થોડા પૈસામાં પોતાના બાળકોનું ભવિષ્ય વેચતા નથી તેમણે કહ્યું કે ભાજપની પાસે બિહાર ચુંટણી માટે ચહેરો નથી ત્યારે નાણાંમંત્રી દ્વારા વિજન ડોકયુમેંટ જારી કરવામાં આવ્યું છે.

તેજસ્વીએ કહ્યું કે નાણાંમંત્રીએ પહેલા એ બતાવવું જાેઇએ કે તેમણે બિહારને વિશેષ પેકેજ અને વિશેષ રાજયનો દરજજાે કેમ આપ્યો નથી રાજદના પ્રવકતાએ ભાજપને સવાલ કર્યો છે કે,

જાે તે સત્તામાં આવી તો શું લોકોને વેકસીન આપશે નહીં. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્‌વીટ કરી આ મુદ્દા પર ભાજપ પર પ્રહારો કર્યા હતાં. તેમણે લખ્યું કે આજે દેશની સત્તાધારી ભાજપ બિહારના પોતાના ઘોષણાપત્રમાં કહી રહી છે કે તે બિહારના લોકો માટે કોરોનાની રસી મફત આપશે.

આવી ઘોષણા ઉત્તરપ્રદેશ અને અન્ય રાજયો માટે કેમ કરવામાં આવી નહી આવી અવસરવાદી સંકીર્ણ રાજનીતિનો જવાબ ઉત્તરપ્રદેશ અને દેશની જનતા આગામી ચુંટણીમાં ભાજપને આપશે વિવાદ વધતા ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવે તેના પર સ્પષ્ટતા કરતા કહ્યું કે નિર્મલા સીતારમણના નિવેદનને તોડી મરોડી રજુ કરવામાં આવ્યું છે.

તમામપાર્ટીઓ ધોષણાપત્ર જારી કરે છે સામાન્ય ખર્ચ પર તમામ ભારતીયોને રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે હવે રાજયની ઉપર છે કે તે તેને ફ્રી કરી શકે છે. તેમણે કહ્યું કે જેમ અમે કહ્યું છે કે બિહારમાં અમે તમામને મફતમાં કોરોનાની વેકસીન આપશે અને અમે અમારૂ વચન પુરૂ કરીશું.

આ પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બિહાર ચુંટણી માટે ભાજપના ચુંટણી ધોષણા પત્રને જારી કર્યું તેમાં એ વચન આપવામાં આવ્યું કે એનડીએની સરકાર આવી તો દરેક બિહારવાસીઓને મફતમાં રસી આપવામાં આવશે.

ભાજપના આ વચન પર તમામ વિરોધ પક્ષોએ પ્રહારો કર્યા રાજદના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે કોરોનાની વેકસીન પુરા દેશની છે ભાજપની નહીં. તમામ બીજા પક્ષોના નેતા પણ સવાલ કરી રહ્યાં છે કે તેમના રાજયો માટે પણ એવી જાહેરાત કેમ કરવામાં આવી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.