Western Times News

Gujarati News

સરસપુર સરકારી શાળામાંથી દારૂનો જથ્થો મળ્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ,  સરસપુર વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાંથી રૂપિયા છેતાલીસ હજારથી વધુનો ઇંગલિશ દારૂનો જથ્થો મળતા ચકચાર મચી છે. આ અંગેની વિગત એવી છે કે શહેરકોટડા પોલીસને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતાં  સરસપુર માં હરિભાઈ ગોદાણી ના દવાખાના સામે આવેલી  સરસપુર શાળા નંબર ૩ની તપાસ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરનાર તનવીરૂદ્દીન  શેખને પૂછતાં તેમણે  શાળાના શૌચાલયમાં કોઈએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મૂક્યાની વાત કહી હતી.

જેથી પોલીસે ત્યાં તપાસ કરતાં ઈંગ્લીશ  દારૂની નાનીમોટી મળી કુલ ૨૧૮ બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ શાળામાંથી દારૂનો જથ્થો પકડાતા ચકચાર મચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.