Western Times News

Gujarati News

ભરૂચ શહેર અને જીલ્લામાં ડીઝલ ચોરી કરતી ગેંગ સક્રિય 

દહેજ બાયપાસ રોડ ઉપર પાર્ક કરેલી ત્રણ હાઈવા ટ્રક માંથી ડીઝલની ચોરી કરતા ગઠીયા સીસીટીવીમાં કેદ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે તો બીજી તરફ તસ્કર ટોળકી સહિતની અન્ય ગેંગ ભરૂચ શહેર અને જીલ્લામાં સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર પાર્ક કરેલ ત્રણ હાઈવા ટ્રકો માંથી ડીઝલ ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની દહેજ બાયપાસ રોડ પર ની આરઝુ સોસોયટી માં રહેતા તોસિફ નારસંગ રાજ કે જેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય તેઓ ની ટ્રક રોજીંદા ફેરા મારતી હોય છે.જે તારીખ ૨૧મી ઓક્ટોબર માં રોજ ફેરો મારી બપોર બાદ ડીઝલ ભરાવી દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરી તેમાં ડ્રાઈવર પણ હતા.આ બાદ તારીખ ૨૨મી ની વહેલી સવારે એક ટ્રક લઈને આવી પાર્ક કરેલ બે ટ્રક માંથી આશરે ૬૦૦ લીટર ડીઝલ ની ચોરી કરી ગયા હતા.

જે બાબત ની જાણ તોસિફ ને થતા તેઓ એ તપાસ કરતા પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી ચેક કરતા પાર્ક કરેલ ટ્રક માંથી કેટલાક ઈસમો કેરબા માં પાઈપ વડે ડીઝલ ભરી ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવતા તેઓ એ ભરૂચ તાલુકા પોલીસ મથકે અરજી આપી હતી. પાર્ક કરેલી ત્રણ હાઈવા ટ્રક માંથી ડિઝલ ચોરી કરવાનો કારસો નજીકમાં લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કંડેરાઈ ગયો હતો.

જેમાં એક ટ્રકમાં ટોળકી ત્યાં આવી હોવાનું અને તે બાદ હાઈવા ટ્રકો માંથી ડિઝલ ચોરી કરી મોટા કારબાઓમાં ડિઝલ ભરી લઈ જતાં નજરે ચઢ્યા હતા.જેથી બનાવ સંદર્ભે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ફૂટેજના આધારે આરોપીઓના સગડ મેળવી તેમને ઝડપવાની કવાયત હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.