Western Times News

Gujarati News

સ્વદેશી વેક્ક્સિ જૂન સુધી લૉન્ચ થઈ શકે છે : ભારત બાયોટેક

નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે દુનિયાભરમાં પ્રયાસ ચાલી રહ્યા છે. આ માટે શોધ ચાલી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય કંપની ભારત બાયોટેક સ્વદેશી કોરોના વાયરસ વેક્સીન કોવેક્સિન ઉપર કામ કરી રહી છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ કંપનીની વેક્સીનના ત્રીજા ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. જ્યારે કંપનીનું કહેવું છે કે કોરોના વાયરસની આ સ્વદેશી વેક્સીન આગામી વર્ષે એટલે કે ૨૦૨૧માં જૂન મહિના સુધી આવી જવાની પૂરેપૂરી સંભાવના છે.

કંપનીની યોજના ૧૨થી ૧૪ રાજ્યમાં આશરે ૨૦,૦૦૦ લોકોને રસીના પરીક્ષણમાં જોડવાની છે.
હૈદરાબાદ સ્થિત કંપનીએ બીજી ઓક્ટોબરના રોજ ડીસીજીઆઈને અરજી કરીને પોતાની રસીના ત્રીજા સ્તરના પરીક્ષણ માટે મંજૂરી માંગી હતી. કંપનીની યોજના ૧૨થી ૧૪ રાજ્યમાં આશરે ૨૦,૦૦૦ લોકોને રસીના પરીક્ષણમાં જોડવાની છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર સાઈ પ્રસાદે જણાવ્યું કે જો કંપનીને તમામ મંજૂરી યોગ્ય સમયે મળી જશે તો એવી સંભાવના છે

કે ૨૦૨૧ના બીજા ક્વાર્ટરમાં વેક્સીનની ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની તમામ ક્ષમતા અને પરિણામ અંગે અમને માહિતી મળી રહેશે. ભારતીય ચિકિત્સા અનુસંધન પરિષદની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીના સહકારની વિકસિત કરવામાં આવેલી કોવેક્સિન એક એવી રસી છે

જ્યારે ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂ ઑફ ઇન્ડિયા પણ કોરોના વાયરસની વેક્સીન કોવીશીલ્ડ બનાવી રહી છે.
જેમાં શક્તિશાળી ઇમ્યૂન સિસ્ટમ વિકસિત કરવા માટે કોવિડ-૧૯ના ‘મારી નાખવામાં આવેલા વિષાણુ’ઓને શરીરમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂ ઑફ ઇન્ડિયા પણ કોરોના વાયરસની વેક્સીન કોવીશીલ્ડ બનાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કામ ભારત બાયોટેકથી આગળ ચાલી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે સીરમ ઇન્સ્ટીટ્યૂટે ત્રીજા સ્તરના પરીક્ષણ માટે લોકોની પસંદગી પણ શરૂ કરી દીધી છે. ભારત બાયોટેકના સાઇ પ્રસાદે જણાવ્યું કે, અમે તમામ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને સંપર્ણ રીતી કરવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ મને લાગે છે કે સરકાર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પર પણ વિચાર કરી શકે છે.

કોવિડ-૧૯ ની રસી કોવાક્સિનની પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ની મંજૂરી મેળવ્યા બાદ ભારત બાયોટેકે કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલની તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે કોવિડ-૧૯ ની રસી કોવાક્સિનની પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

હવે ૨૬ હજાર સ્વયંસેવકો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. ત્રીજો ટ્રાયલ દેશના ૨૫ થી વધુ કેન્દ્રો પર કરવામાં આવશે. ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીને ભારતભરના ૨૫ થી વધુ કેન્દ્રોમાં ૨૬ હજાર સ્વયંસેવકો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી મળી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના સહયોગથી ભારત બાયોટેક આ રસીનું નિર્માણ કરી રહ્યું છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને શુક્રવારે કહ્યું હતું કે, આગામી ત્રણ મહિના દેશમાં કોવિડ -૧૯ રોગચાળાની સ્થિતિ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યા છે. તેમણે લોકોને આગામી તહેવારો દરમિયાન અને શિયાળાની સીઝન દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.