Western Times News

Gujarati News

વહેલી સવારે AMTSએ વૃદ્ધ મહિલાનો ભોગ લીધો

અમદાવાદ: અમદાવાદના રસ્તાઓ પર ફરીથી એએમટીએસ બસો કાળમુખી બનીને દોડી રહી છે. લોકડાઉન શરૂ થતા જ સરકારી બસો રમરમાટ દોડવા લાગી છે. ત્યારે એએમટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે. અમદાવાદના અમરાઈવાડી મેટ્રોલ રેલ પ્રોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પાસે એએમટીએસ બસે એક મહિલાને અડફેટે લીધી હતી. વહેલી સવારે બનેલની આ ઘટનામાં સિનીયર સિટીઝન મહિલાનું મોત નિપજ્યું છે.

ન્યૂ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક સિનીયર સિટીઝ મહિલાને અડફેટે લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પર એએમટીએસની બસે એક સિનીયર સિટીઝ મહિલાને અડફેટે લીધી હતી. એએમટીએસ બસની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મહિલાનુ નામ ગીતાબેન દેવીપૂજક છે, જેમની ઉંમર ૫૫ વર્ષ હતી. જેથી રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. આ અકસ્માતથી પોલીસ કાફલો પણ દોડતો થયો હતો.

બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા
લોકોનું ટોળુ એકઠુ થતા એએમટીએસ બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તો બીજી તરફ, અકસ્માત બાદ બસમાં બેસેલા મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. એએમટીએસની આ બસ રૂટ નંબર ૧૪૨ ની વસ્ત્રાલથી લાલ દરવાજા જતી બસ હતી. જે ખાલી રસ્તા પર મોતની સવારી બની રહી હતી. આમ, ખાલી રસ્તાઓ પર પણ એએમટીએસની બસો અકસ્માત સર્જવા લાગી છે. એએમટીએસની બસો અમદાવાદમાં અકસ્માતો માટે પ્રખ્યાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.