Western Times News

Gujarati News

ભરૂચના શોપિંગની દિવાલ પડતાં કાટમાળ નીચે પડતા બે રિક્ષાઓનો કચ્ચરઘાણ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેમાં આવેલા ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. દિવાલનો કાટમાળ નીચે પાર્ક કરેલી રીક્ષા ઉપર પડતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.બનાવની જાણ થતા જ સ્થાનિકોએ ઘટના સ્થળ ઉપર દોડી આવીને કાળમાળ હટવાની કામગીરી કરી હતી.

અચાનક ભળાકાભેર ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી.
જોકે બનાવમાં કોઈ જાનહાનિ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ શહેરના એમજી રોડ ઉપર ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે.જેમાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે.શુક્વારની બપોરે શોપિંગ સેન્ટરમાં આવેલી છેલ્લી દુકાન જર્જરિત બનતા તેની દિવાલનો અડધો ભાગ અચાનક ભળાકાભેર ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી.

જોકે સદ્દનસીબે બપોર નો સમય હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ હતી.
જોકે દિવાલનો કાટમાળ નીચે પાર્ક કરેલી બે રીક્ષાઓ ઉપર પડતા બંને રીક્ષાઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.જોકે સદ્દનસીબે બપોર નો સમય હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ હતી. બનાવની જાણ થતા જ આસપાસના સ્થાનિકોએ દોડી આવી કાટમાળને ખસેડવાની કામગીરી કરી હતી.જોકે ચોમાસા બાદ શોપિંગનો અન્ય ભાગ પણ જર્જરિત થયો હોવાથી માલિક દ્વારા શોપિંગનું તાત્કાલિક સમારકામ કરાવાય તેવી દુકાનદારોની માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.