Western Times News

Gujarati News

તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક વધારવા પાકને મદદ કરી રહ્યું છે

નવીદિલ્હી, તુર્કી હવે ખુસીને કાશ્મીરમાં આતંકવાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે.ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાનને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે આ સાથે જ પાકિસ્તાનના દરેક મુદ્દે સમર્થન આપી રહેલું તુર્કી હવે તેને હથિયારની સાથે સાથે પૈસાથી પણ મદદ કરી રહ્યું છે.

જાણકારી અનુસાર પાકિસ્તાન તુર્કીથી પૈમીટર સર્વેલાન્સ રડાર સિસ્ટમ લેવા જઇ રહ્યું છે રૈટીનાર પીટીઆર એકસ પૈમીટર સર્વેલાન્સ રડાર સિસ્ટમની ખાસ વાત એ છે કે પોર્ટેબલ છે એટલે કે આ સિસ્ટમને બે લોકો સરળતાથી લઇ જઇ શકે છે અને તેને ચલાવવા માટે ફકત એક આદમીની જરૂર પડશે આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે મોટા વિસ્તારોને સ્ક્રેન કરી શકે છે તેના ઉપયોગથી સતત દુરબીન અને કેમેરાની મદદથી નજર રાખવાની જરૂર નહીં પડે.

પાકિસ્તાન તુર્કી પાસેથી આ સિસ્ટમને એટલા માટે લઇ રહ્યું છે કારણ કે એલઓસી પર ભારતીય સેનાના મજબુત ગ્રિડના લીધે તેની ઘુષણખોરીના પ્રયત્નો નિષ્ફળ થઇ રહ્યાં છે એવામાં રડાર દ્વારા તે તે વિસ્તારોને સ્ક્રેન કરવાનો પ્રયત્ન કરશે અને શોધશે કે કયાંથી ધુષણખોરી કરવી સરળ રહેશે પાકિસ્તાનની મદદથી ભારતમાં ધુષણખોરીના નવા રૂટ શોધવાનો પ્રયત્ન કરશે.

આ ઉપરાંત તુર્કીએ કાશ્મીર માટે પાકિસ્તાનને મોટી આર્થિક મદદ આપી છે તેનું પ્લાનિંગ પાકિસ્તાન અને તુર્કીને ગત વર્ષના અંતથી શરૂ કરી દીધુ હતું જયારે પાકિસ્તાન સેનાના ઉપરી અધિકારી તુર્કી ગયા હતાં કાશ્મીરના યુવાઓને તુર્કીના સ્કોલરશિપ અને પ્રોગ્રામ પાકિસ્તાન પોતાનો એજન્ડા પુરો કરી રહ્યું છે તુર્કીએ કાશ્મીરમાં ઘણા એનજીઓને પણ ખુબ પૈસા આપ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.