Western Times News

Gujarati News

રવિવારે કુમકુમ મંદિર દ્રારા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી

તા.રપ ઓક્ટોબર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઢાલ,તલવાર,બંદૂક આદિ શસ્ત્રોના શણગાર ઘરાવવામાં આવ્યા હતા.

આ અંગે કુમક્‌મ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. તો આપણે પણ આપણા દશ દોષો ઉપર વિજય મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ.

માણસમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર આદિ દોષો સ્વભાવિક હોય જ છે,તેના ઉપર આપણે જયારે વિજય મેળવી શકીએ ત્યારે આપણે ખરા અર્થમાં માનવ બનીએ છીએ. વિજયા દશમીના દિવસે આપણે દોષો ઉપર વિજય મેળવવા પ્રયત્નો અવશ્ય કરવા જ જોઈએ.

રાવણનો પરાભાવ કેમ થયો ? સીતાજી ઉપરની કૃદ્રષ્ટિના કારણે.તેમ આજના ઘણા યુવાનોનું જીવન કામ રુપી દોષે કરીને બરબાદ થઈ જાય છે. આજે દેશમાં બહેન દિકરીઓ સલામત નથી

કારણ કે, એમની ઉપર બળાત્કારની ઘટનાઓ ઘટે છે.તેથી આજના સૌ કોઈએ યુવાનોએ દશેરાના દિવસે પોતાનામાં રહેલા કામ રુપી દોષને પરાભવ કરવાના શપથ લેવા જોઈએ અને પોતાની દ્રષ્ટી ઉપર સંયમ કેળવવો જોઈએ.

આપણે આપણા દોષો ઉપર જેટલો સંયમ કેળવીશું તેટલું જ આપણને સુખ અને શાંતિ વધુ પ્રાપ્ત થશે અને સાથો સાથ સમૃધ્ધિ પણ પ્રાપ્ત થશે. – સાધુ  પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.