Western Times News

Gujarati News

ગાંધીનગર સાયબર ક્રાઈમ રેંજની ટીમ ભિલોડામાં ત્રાટકી ઘરમાં રમાડતા IPL સટ્ટાનો પર્દાફાશ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આઈપીએલની ક્રિકેટ મેચમાં અરવલ્લી જીલ્લામાં દરેક મેચમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે ઓનલાઈન સટ્ટામાં અનેક યુવાનો વ્યાજે રૂપિયા લઈ દાવ પર લગાવી વ્યાજના વિષચક્રમાં બરદાદ થઇ રહ્યા છે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા અનેક બુકીઓ વિવિધ સોશ્યલ મીડિયા એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યા છે

૧૨ મોબાઈલ સહીત ૫.૪૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરતા સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ મચી હતી 
ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની રેન્જની ટીમે અરવલ્લી પોલીસતંત્રને  ઉંઘતુ રાખી ભિલોડા તાલુકાના ભુતાવડ઼ ગામના અને મહારાષ્ટ્ર રહેતા મીતેન રમેશ પરમાર (દરજી) અન્ય ત્રણ મહારાષ્ટ્રના બુકીઓ સાથે મળી તેના ઘરમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા ત્રાટકી ચારે શખ્સોને ઝડપી લઈ સટ્ટો રમાડવા ઉપયોગમાં લેવાઈ રહેલા ૧૨ મોબાઈલ સહીત ૫.૪૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરતા સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ મચી હતી

મોબાઇલ ફોન તેમજ લેપટોપ ઉપર પૈસાની હારજીતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા રમાડતા
ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી.ચૌધરી અને તેમની ટીમે બાતમીના આધારે ભિલોડા તાલુકાના ભુતાવડ઼ ગામે રેડ કરી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલ સાથે આઈપીએલ મેચ પર રમતા-રમાડતા સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો.

પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમે ભુતાવડ઼ ગામના અને મહારાષ્ટ્ર રહેતા મીતેન રમેશભાઈ પરમાર ( દરજી) ના ઘરે ત્રાટકી ત્રણ  બુકીઓ આઇપીએલની મુબંઇ ઇન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઇ રહેલ ૨૦-૨૦ ક્રિકેટ મેચના જીવત પ્રસારણ ઉપર સેશન તથા મેચની હારજીતના ક્રિકેટ  મેચ પરદાવ ઉપર મોબાઇલ ફોન તેમજ લેપટોપ ઉપર પૈસાની હારજીતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા રમાડતા ઝડપી પાડ્યા હતા

૪ સટ્ટોડીયા સામે જુગારધારા અને આઇટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સટ્ટાનો ઉપયોગમાં લેવાઈ રહેલ ક્રિકેટ સટ્ટા જુગારના સાહિત્ય મોબાઇલ ફોન નંગ -૧૨ કિ.રૂ .૧૨,૮૦૦ / -, રોકડ રકમ રૂપિયા ૧૩,૩૮૫ / ,લેપટોપ, ટીવી,અર્ટિગા કાર સહિતનો કુલ રૂ.૫૪૬૯૮૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) મીતેન રમેશભાઈ પરમાર ( દરજી) ,૨)અર્જુન વિશ્વંભર શકારામ નાંદરે ,

૩)આશિષ પુષ્કરભાઈ ભટ્ટ,(મૂળ,રહે ભેંશયાપૂર ટાવર પાસે,વિસનગર) અને ૪)કિશોર મનશુખલાલ શાહ(મૂળ, રહે. કામલીયા ભંડારીયા,પાલીતાણા) અને (હાલ ચારે,રહે મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી ૪ સટ્ટોડીયા સામે જુગારધારા અને આઇટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.