Western Times News

Gujarati News

સાબરમતી પાવર હાઉસથી કેમ્પ સદર બજારને જોડતો બ્રિજ તૈયાર થશે

રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ માટે રૂા.૧ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી રીવરફ્રન્ટ ફેઝ-૨ના ડેવલપમેન્ટ માટે રૂા.એક હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. ડફનાળાથી ઈન્દીરાબ્રિજ સુધી નવો રોડ તૈયાર કરવામાં આવશે એરપોર્ટથી સાબરમતી તરફ નવો બ્રીજ પણ બનશે. તેમજ શહેરમાં કટોકટીના સમયે પાણીની તંગી ન સર્જાય તે માટે બરાજ તૈયાર કરવામાં આવશે.

શહેરના ડફનાળા વિસ્તારથી સાબરમતી પાવર હાઉસને સાંકળતો બ્રીજ બનાવવા માટે લગભગ ચાર વર્ષ પહેલા ચર્ચા-વિચારણા થઈ હતી. પરંતુ આર્મી કેન્ટોનમેન્ટ તરફથી જમીન ફાળવવામાં ન આવતા સમગ્ર પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. જેને સુધારા-વધારા સાથે રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ડીઝાઈન મુજબ પાવર હાઉસથી કેમ્પ સદર બજારને સાંકળતો અંદાજે એક કીલોમીટરની લંબાઈનો બ્રીજ બનાવવામાં આવશે. સદર બ્રીજ તૈયાર થયા બાદ એરપોર્ટથી ફાયર સાબરમતી, વાડજ, સુભાષ બ્રિજની નીચે અંદાજે ૧૩ હજાર એમ.એલ.ડી.ક્ષમતાનો બરાજ તૈયાર કરવામાં આવશે. જેને કોતરપુર વોટર સર્કલ સાથે સાંકળવામાં આવશે. બરાજ તૈયાર થયા બાદ પાણીની કટોકટી સર્જાય તેવા સંજાેગોમાં ૧૫ દિવસ સુધી કોતરપુરથી પાણી સપ્લાય થઈ શકશે.

પાવર હાઉસથી સદર બજારને સાંકળતા બરાજ કમ બ્રીજ માટે અંદાજે રૂા.૨૧૦ કરોડનો ખર્ચ સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨માં ડફનાળાથી ઈન્દિરા બ્રીજ સુધી અંદાજે ૫.૨ કીલોમીટર લંબાઈનો રોડ બનાવવામાં આવશે. નદીના પશ્ચિમ કિનારે પણ આટલી જ લંબાઈનો રોડ બનશે. રોડ તૈયાર થયા બાદ રીવરફ્રન્ટથી લંબાઈ ૩૪ કિલોમીટર થશે. ફેઝ-૨માં રીવરફ્રન્ટને વધુ હરીયાળો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નદીના કાંઠે બાળકો માટે પ્લે-એરીયા તૈયાર કરવામાં આવશે. તદપરાંત ફુડ પ્લાઝા, આર્ટ એન્ડ કલ્ચર તેમજ સીટીંગ એરેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. નદીની બંને બાજુ સ્ટેપીંગ પ્રોમોનાડ, રોડ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્ક તથા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના વિકાસ કાર્યાે કરવામાં આવશે.

ફેઝ-૨ના ડેવલપમેન્ટ માટે હાઈડ્રોલોજી તથા હાઈડ્રોલિક સ્ટડીનું કામ પૂર્ણ થયું છે. ફેઝ-૨ માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામોની આશરે ૭૨ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના બે ગામોની નદી પૈકી ૨૦ હેક્ટર જમીન મેળવવા કાર્યવાહી ચાલુ હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.