Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેટરોને “કોરોના પ્રુફ” જાહેર કરવામાં આવ્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કોઈપણ ધાર્મિક, રાજકીય કે સાંસ્કૃતિક પ્રસંગોમાં ૧૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ ન શકે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

જેના ભંગ બદલ કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની નોબત આવી શકે છે. સરકારની આ ગાઈડલાઈનના અમલની જવાબદારી માત્ર સામાન્ય નાગરીકો માટે જ છે.

રાજકીય વ્યક્તિઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવો માહોલ આઠ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જાેવા મળે છે. જેની અસર અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં જાેવા મળી રહી છે.

બુધવારે મળનાર મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભામાં ૧૯૨ કોર્પાેરેટર અને અધિકારીઓ હાજરી આપશે.

ચોંકાવનારી બાબત એ છે કે મેયર કાર્યાલય તરફથી મ્યુનિ.કોર્પાેરેટરોને “કોરોના પ્રુફ”જાહેર કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં મળેલી સામાન્ય સભાની જેમ ઓક્ટોબર મહિનાની બોર્ડ મીટીંગ માટે તમામને કોરોના ટેસ્ટથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય ફેબ્રુઆરી મહિના બાદ સીધી સપ્ટેમ્બર મહિનામાં મળી હતી. મેયર કોરોના અને સરકારની ગાઈડલાઈનની દુહાઈ આપી ઓનલાઈન મીટીંગ બોલાવતા હતા.

રાજ્ય વિધાનસભાની બેઠક મળ્યા બાદ મેયરને ટાગોર હોલમાં બોર્ડ બોલાવવાની ફરજ પડી હતી. પરંતુ બોર્ડમાં ભાગ લેતા પહેલાં તમામ કોર્પાેરેટરો અને અધિકારીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો હતો. તેમાં પણ આરટીપીસીઆર ટેસ્ટને જ માન્ય કરવામાં આવ્યો હતો.

પરંતુ આઠ વિધાનસભા ચૂંટણી પ્રચાર બાદ મેયરના મનમાંથી કોરોનાનો ડર નીકળી ગયો છે. તેથી બુધવારે મળનારી બેઠકમાં ભાગ લેવા માટે કોરોના ટેસ્ટ માટે કોઈ જ પરિપત્ર કર્યા નથી. તથા ચૂંટણી પ્રચાર બાદ તમામ કોર્પાેરેટરોને “કોરોના પ્રુફ”નું સર્ટી આપ્યું છે.

સપ્ટેમ્બર મહિનાની માસિક સામાન્ય સભામાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે ઓક્ટોબરમાં પણ યથાવત છે. તેથી મેયરને “કોરોના કરતા પત્રકારોનો ડર” વધુ લાગી રહ્યો છે તેવા કટાક્ષ પણ મ્યુનિ.ભવનમાં થઈ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.