Western Times News

Gujarati News

સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવ્યું

દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ બે વિકેટ ગુમાવીને ૨૧૯ રન બનાવ્યા હતાં. જેથી ૨૨૦ રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમના બેટ્‌સમેન હૈદરાબાદની બોલિંગ સામે વામણાં પૂરવાર થયા હતાં.

હૈદરાબાદની ટીમને પ્લેઓફની આશા જીવંત રહી છે
જેથી અંતે હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ હૈદરાબાદની ટીમને પ્લેઓફની આશા જીવંત રહી છે. તેના ૧૨ મેચમાં ૫મી જીત સાથે ૧૦ પોઈન્ટ થયા છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી છે. જ્યારે બીજી બાજુ દિલ્હીને હાર પછી પણ કોઈ જ ફેર પડ્યો નથી અને તે બીજા નંબર પર જ છે. વોર્નરે વિકેટકીપર બેટ્‌સમેન રિદ્ધિમાન સાહા સાથે પહેલી વિકેટ માટે ૧૦૭ રનની પાર્ટનરશિપ કરી હતી.

વોર્નરનો સાથ આપતા રિદ્ધિમાન સાહાએ પણ ૪૫ બોલમાં ૮૭ રન બનાવ્યા હતાં.
વોર્નરનો સાથ આપતા રિદ્ધિમાન સાહાએ પણ ૪૫ બોલમાં ૮૭ રન બનાવ્યા હતાં. જેમાં તેણે ૧૨ ચોગ્ગા અને ૨ સિક્સર ફટકાર્યા હતાં. ડેવિડ વોર્નરની વિકેટ પડ્યા પછી મનિષ પાંડે બેટિંગ કરવા ઉતર્યો હતો

તેણે પણ દિલ્હીના બોલર્સ સામે મચક આપી નહોતી અને ૩૧ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતાં. જેમાં ૧ સિક્સર અને ૪ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઉપકપ્તાન ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાવરપ્લેમાં કુલ ૫૪ રન બનાવ્યા હતાં.

દમદાર પ્રદર્શન કરતાં ડેવિડ વોર્નરે ૨૫ બોલમાં જ અડધી સદી ફટકારી હતી.
જેના કારણે મેચમાં પાવરપ્લેમાં કુલ ૫૪ રન બનાવ્યા અને તે હાલની સિઝનમાં કોઈ મેચના પાવરપ્લેમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્‌સમેન બન્યો છે. દુબઈમાં દમદાર પ્રદર્શન કરતાં ડેવિડ વોર્નરે ૨૫ બોલમાં જ અડધી સદી ફટકારી હતી. વોર્નરે ૩૪ બોલની પોતાની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૨ સિક્સર ફટકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.