Western Times News

Gujarati News

પતિ, સાસુ, બે નર્સ, ડૉક્ટર સામે ચોંકાવનારા આક્ષેપો

નવસારી: નવસારીના સિવિલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી ૨૭ વર્ષની મેઘા આચાર્ય આપઘાત કેસમાં અન્ય એક અંગ્રેજીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી છે. આ કેસમાં પોલીસે મેઘાનાં પતિ, સાસુ અને ડૉ. ડુબેની અટકાયત કરી છે. સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે અને બે નર્સ સહિત પતિ અંકિત અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેઘાએ લખેલી વધુ બે પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે

ડો. દુબે સાથે શારીરિક સંબંધ રાખવા માટે ત્રાસ આપતા હતા.
જેમાં લખ્યું છે કે, ઘરે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું અને નવસારી સિવિલમાં સર્જન ડો. દુબે સાથે શારીરિક સંબંધ રાખવા માટે ત્રાસ આપતા હતા. મેઘાએ બે પાનની સ્યુસાઇડ નોટ અંગ્રેજીમાં લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, જો હું મૃત મળું તો પ્લીઝ મારાં સાસુ અને પતિ પર ઈન્કવાયરી થવી જોઈએ. તેમણે દહેજ માટે મને ત્રાસ આપ્યો છે. મારા પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે, જેથી મેં ઘર છોડી દીધું હતું. જ્યારે અહીં તારા ગામીતે મને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા મેટ્રન પાસે રજા માગી હતી. પરંતુ તેનું જાહેરમાં અપમાન કર્યું હતું.
તે ઈચ્છતી હતી કે હું ડો. દુબેની શારીરિક સંબંધની માગ પૂરી કરું. તે સતત રિલેશન અંગે ત્રાસ આપતા હતા. જોકે મેં ના કહેતાં મેટ્રન વનિતાએ ડ્યૂટીમાં જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, હું બહુ દબાણમાં હતી. જો મને કંઈ થાય તો આ તમામ લોકો જવાબદાર છે. મહત્વનું છે કે, મેઘા કોરોના વોરિયર હતી તે એક વાર કોરોનાગ્રસ્ત પણ થઇ હતી. ત્યાર બાદ તેને થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા મેટ્રન પાસે રજા માગી હતી. પરંતુ તેનું જાહેરમાં અપમાન કર્યું હતું.

મેઘાએ લખેલી બીજી બે પાનની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
હૉસ્પિટલની મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ તેને સર્જન ડૉ. દુબે સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ તેણે એક છ પાનની સ્યુસાઇડ નોટમાં કર્યો હતો. મેઘાએ ૨૧મી ઓક્ટોબરનાં રોજ મઘરાતે પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મેઘાએ લખેલી બીજી બે પાનની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

મેઘા આપઘાત પ્રકરણમાં સુસાઈડ નોટમાં સિવિલ સર્જન, બે નર્સ તેમજ પતિ અને સાસુનાં નામ બહાર આવ્યાં બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે, મેઘાની સાસુ જયશ્રીબેન ખંભાતી અને પતિ અંકિત ખંભાતીને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમની અટક કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.