Western Times News

Latest News from Gujarat

ફ્રાન્સમાં ચર્ચ પર હુમલો: મહિલાનું ગળું કાપી નાખવામાં આવ્યું, 3ની હત્યા

પેરિસ : પયગંબર કાર્ટુન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળું કાપીને હત્યા કર્યા પછી હવે આ પ્રકારની વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં હુમલાવરે એક મહિલાનું ગળું કાપી નાખ્યું હતું અને બે અન્ય લોકોની ચપ્પુ મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ ઘટના ફ્રાન્સના નાઇસ શહેરમાં થઈ છે. શહેરના મેયરે આ ઘટનાને આતંકવાદ ગણાવી છે.

મેયર ક્રિશ્ચિયન ઇસ્તોર્સીએ કહ્યું કે ચાકુથી આ હુમલા શહેરની નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે. પોલીસે હુમલાવરની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ત્રણ લોકોના મોતની પૃષ્ટિ થઈ છે. ઘણા ઇજાગ્રસ્ત થયા છે. એક પોલીસ સૂત્રએ કહ્યું કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે. ફ્રાન્સના એક નેતાએ પણ એ વાતની પૃષ્ટિ કરી છે કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers