Western Times News

Gujarati News

ધનસુરા પોલીસની નાક નીચે ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડનો પર્દાફાશ કરતી LCB પોલીસ

૨ શખ્સોને રૂ.૬૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપ્યા 

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓમાં રેસ જોવા મળી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશનના નાક નીચે વડાગામમાં ધમધમતા વરલી-મટકાના સ્ટેન્ડ પર ત્રાટકી સ્થાનીક બે શખ્શોને દબોચી લઇ વરલી-મટકાના જુગાર લખવાની ડાયરી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને જુગારધામ, વરલી-મટકાના સ્ટેન્ડ  ફરીથી ધમધમી ઉઠ્યા હોવાની બૂમો ઉઠી રહી હતી ત્યારે અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમ ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વડાગામ ગામે ટાવર નજીક પાન-મસાલાના ગલ્લા ઉપર ખુલ્લી જગ્યામાં બિરેન્દ્રસિંહ ઉર્ફે પલ્લા બાપુ રાઠોડ

તેના મળતીયાઓ સાથે વરલી-મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાબડતોડ એલસીબી પોલીસ બાતમી આધારિત સ્થળે ત્રાટકી ૧)વિષ્ણુ ઓધારભાઈ દેસાઈ અને વનરાજસિંહ પૂજેસિંહ બિહોલાને ઝડપી પાડી વરલી-મટકાના આંકાડા લખવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય,રોકડ રકમ રૂ.૧૮૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કીં.રૂ.૫૦૦૦/ મળી કુલ.રૂ.૬૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.