Western Times News

Gujarati News

ગુમાનદેવ મંદિરના મહંત ઉપર હુમલામાં સામેલ ચાર મહિલા સહિત અત્યાર સુધી નવ ઈસમોની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી

ફરિયાદ માં જેમના નામ મહંતે લખાવ્યા છે તે હજુ પોલીસ પહોંચ બહાર ! : ધરપકડની સંખ્યા ત્રણ આંકડા પર પહોંચે તો નવાઈ નહીં !

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મહંત મનમોહનદાસ  ઉપર હુમલા પ્રકરણમાં છ દિવસ દરમ્યાન પોલીસે ચાર મહિલા અને પાંચ યુવાન મળી કુલ નવ ઈસમોની ધરપકડ કરી છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સીએનજી પંપ ઉપર કામ કરતો યુવક મહંત ઉપર હુમલામાં હાજર ન હતો તેમ છતાં ઝઘડિયા પોલીસે તેની ધરપકડ કરી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

ગત તા.૨૮-૧૦ ના વહેલી સવારના સમયે ગુમાનદેવ બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોતા ચાર વ્યક્તિઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા.જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માતના બાદ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ ઉપર હુમલો કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના ની લૂંટ ચલાવી હતી.ઉશ્કેરાયેલા ટોળાએ કુલ ૫.૮૦ લાખની રોકડ સંહિતા મુદ્દામાલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ગુમાનદેવ મંદિર ના મહંતે ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે. જે બનાવને આજે છ દિવસ હવામાં બાચકા માર્યા બાદ ઝઘડિયા પોલીસે આજસુધી ચાર મહિલા અને પાંચ યુવાન મળી ફકત નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ઝઘડિયા પોલીસે મહંત ઉપર હુમલો કરવાના પ્રકરણમાં (૧) ઈચ્છાબેન કેશવ પટેલ રહે. ગુમાનદેવ મંદિરની બાજુમાં, (૨) રેવાબેન સોમા પટેલ રહે.ગુમાનદેવ મદિર બાજુમાં, (૩) ભાવનાહેન કિશોરભાઇ પટેલ રહે.ઝાંપા ફળિયું ઉંચેડિયા, (૪) કાશીબેન હસમુખ પટેલ રહે.ઝાંપા ફળિયું ઉંચેડિયા (૫) હર્ષદ શૈલેશ પટેલ રહે. ઉંચેડીયા, (૬) હિતેશ હસમુખ પટેલ, (૭) મયુર રમેશ પટેલ, (૮) રામુ નારણ પટેલ, (૯) ભાવિન રમેશ પટેલ તમામ રહે. ઉંચેડિયાની પોલીસે ધરપકડ કરી છે.જે પૈકી બે મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેઓને ભરુચ સબજેલ હવાલે કરાયા છે.જ્યારે બાકીના આરોપીઓને પોલીસ દ્વારા આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે અને તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.