Western Times News

Gujarati News

હૈદરાબાદે મુંબઈને હરાવી પ્લેઓફમાં ટિકિટ મેળવી

શારજાહ: ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ ચાર વાર ચેમ્પિયન ટીમ મુંબઈને હરાવીને મંગળવારે પ્લેઓફની ટિકિટ મેળવી હતી. બોલર્સના શાનદાર પ્રદર્શન પછી હૈદરાબાદ માટે વોર્નર અને વિકેટકીપર બેટ્‌સમેન રિદ્ધિમાન સાહાએ ભાગીદારી કરીને મુંબઈને પર્ફેક્ટ-૧૦ જીત મેળવી હતી. હૈદરાબાદે બોલર્સના દમ પર મુંબઈને ૨૦ ઓવરમાં ૮ વિકેટ પર ૧૪૯ રન જ બનાવવા દીધા અને પછી કેપ્ટન વોર્નર (૮૫) અને સાહા (૫૮)એ કોઈ જ વિકેટ ગુમાવ્યા વગર જ ૧૭.૧ ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો હતો. હૈદરાબાદની આ જીતથી કોલકાતા નાઈટ રાઈડર્સનું દિલ તૂટી ગયું હતું કારણકે તેને પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડ્યું હતું.

આ પહેલા ઈયોન મોર્ગનની કેપ્ટનશીપવાળી ટીમ કેકેઆર પોઈન્ટ્‌સ ટેબલમાં ચોથા નંબર પર હતી. પરંતુ હૈદરાબાદે જીત પછી નંબર-૩ પર જગ્યા બનાવી અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચોથા નંબર પર આવી ગઈ હતી. હૈદરાબાદની ટીમ હવે છ નવેમ્બરના રોજ એલિમિનેટરમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ટક્કર થશે.

તો, પહેલા ક્વોલિફાયરમાં ૫ નવેમ્બરના રોજ દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થશે. ૧૫૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે ૧૭.૧ ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું હતું. તેના માટે કેપ્ટન ડેવિડ વોર્નરે અણનમ ૮૫ અને સાહાએ અણનમ ૫૮ રનની ઈનિંગ રમી હતી. વોર્નરે પોતાની આઈપીએલ કરિયરની ૪૮મી સદી ફટકારી અને ૫૮ બોલમાં જ ૧૦ ચોગ્ગા, ૧ સિક્સર ફટકાર્યા હતાં. સાહાએ ૪૫ બોલ પર ૭ ચોગ્ગા, ૧ સિક્સર ફટકારી હતી. બન્નેએ મુંબઈના બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી અને કોઈ વિકેટ આપી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.