Western Times News

Gujarati News

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભાનો વિવાદ વકર્યો : સત્તાપક્ષે સરક્યુલર ઠરાવ કરી ૮ કરોડ ઉપરાંતના ૩૮ કામોની મંજૂરી આપી

વિપક્ષનુ જનતાસભાનુ નાટક સતત બે કલાક ચાલ્યા બાદ પોલીસે અટકાયતી પગલા લીધા : નગર સેવિકા અને પોલીસકર્મી વચ્ચે ગરમાવો.

જનતાસભા યોજવી હોય તો અન્ય જગ્યાએ પણ યોજી શકાત : પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભાને લઈ વિપક્ષો પણ લાલ ઘુમ બની રહ્યા છે.ત્યારે ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.કોરોનાની મહામારીના કારણે સત્તાપક્ષે સરક્યુલર ઠરાવ નગર સેવકોના ઘરે પહોંચતા વિપક્ષીઓએ વિરોધ નોંધાવી જનતાસભાનુ આયોજન કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.

જનતા તથા નગરસેવકો સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયા બાદ આખરે બે કલાક ચાલેલા નાટક બાદ કેટલાય નગર સેવકોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.તો નગર સેવિકા અને પોલીસકર્મી વચ્ચે ગરમાગરમી જોવા મળતા એક તબક્કે પોલીસ તાનાશાહી કરી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે.જેના કારણે કેટલાય તહેવારો અને ઉત્સવોની ઉપર રોક લાગી ગઈ છે.ત્યારે છેલ્લા નવ મહિનાથી કોરોના વાયરસ ની મહામારીના કારણે નગર પાલિકાની સામાન્ય સભાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ ભરૂચ નગર પાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યા હતા.ભરૂચ નગર પાલિકાની અંતિમ સામાન્ય સભા પણ સરક્યુલર ઠરાવ મુજબ થવાની હોવાના કારણે વિપક્ષોએ પણ સામાન્ય સભા બોલાવવા માટે ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ જનતાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આક્ષેપ કર્યા હતા કે ભરૂચ નગર પાલિકા પોતાના ભ્રષ્ટાચારના પાપ છુપાવવા માટે કોરોના વાયરસ નું બહાનું આગળ ધરી રહ્યા છે.

વિધાનસભા,સંસદસભા સહિત પેટાચૂંટણી,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સભા થઈ શકતી હોય તો ભરૂચ નગર પાલિકાની સભા કેમ ન થાય તેવા આક્ષેપ સાથે વિપક્ષોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે શનિવારે ૧૧ કલાકે પાલિકા ખાતે વિપક્ષ દ્વારા જનતાસભાનું આયોજન કરતા લોકો એકત્ર ન થાય તે માટે ભરૂચ નગર પાલિકાના બંને પ્રવેશદ્વાર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

પરંતુ પોલીસ અને જનતા વચ્ચે દરવાજો ખોલવા માટે ઘર્ષણ સર્જાયું હતું.જેના કારણે ભરૂચના ત્રણ ડિવિઝનના પોલીસ પોલીસ કાફલાને બોલાવવાની ફરજ પડી હતી.જનતા સભાના સતત બે થી અઢી કલાક ચાલેલા નાટક બાદ પોલીસે પણ નગર સેવકો સહિત કેટલાય લોકોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.આ દરમ્યાન ખેંચતાણ માં મહિલા નગર સેવિકા નો પોલીસકર્મી દ્વારા હાથ પકડવામાં આવતા એક તાબબકે વાતાવરણ ગરમાયુ હતું અને વિપક્ષીઓ ઉગ્ર બનતા પોલીસકર્મી ને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો.

તો નગર સેવિકાએ પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહિલા પોલીસ હોવા છતાં પુરુષ પોલીસે હાથ પકડી બંગડીઓ તોડી નાંખવામાં આવી છે અને અમારી છેડતી કરી છે.જેથી તેને સજા આપવો નહીંતર અમે વિરોધ કરીશું. વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર પાલિકા માં ૨૫ વર્ષ થી ભાજપ નું શાસન હોય અને પ્રજા પોતાની સમસ્યા લઈને આંટાફેરા મારતી હોય ત્યારે પોલીસ બંદોબસ્ત મુકવો પડતો હોય.ઓક્ટોબર માસની સામાન્ય સભા બોલાવવા વિપક્ષે માંગણી કરી હતી.પરંતુ શાસક પક્ષે માંગણી નો અસ્વીકાર કરી પોતે ખોટી ખોટી કલમો બતાવી સરક્યુલર ઠરાવ કર્યો કજે.જે ગેર વ્યાજબી છે

જે રદ્દ કરવા માંગણી કરી હતી અને જનતાસભા દરમ્યાન આવેલા લોકોના પ્રશ્નો ચીફ ઓફિસરને આપી ૧૨ કરોડ ની ધૂળ ખાતી ગ્રાન્ટ માંથી કામો મંજુર કરાવવા પ્રયત્નો કરાવીશું.તેમજ જનતા સભા માં આવતા લોકો ને પોલીસ દ્વારા રોકવામાં આવેલા છે જે ત્યારે જનતા સભા હવે પ્રજાની વચ્ચે કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

તો બીજી બાજુ પાલિકા પ્રમુખે સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે પાલિકાએ જે સરક્યુલર ઠરાવ કર્યો છે જેમાં ૩૮ મુદ્દાઓ વિકાસના કામો હોયના જે ૮ કરોડ થી પણ વધુ રકમની હતી જેને ૩૧ સભ્યો ની સહીઓ લઈને ધ્યાનમાં રાખી સરક્યુલર ઠરાવ કરી મંજુર કરવામાં આવ્યા છે.જેમાં મુખ્ય વોર્ડ નંબર ૨ માં ધરાશય થયેલી ટાંકી ને નવી બનાવવામાં મંજૂરી આપવામાં આવી છે તેમજ સ્વર્ણિમ ની ગ્રાન્ટ માંથી વિવિધ કામો માટે ૫ કરોડ જેટલી રકમ ની ફાળવણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકા કચેરી ખાતે રોજબરોજ હજારો અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે.પરંતુ વિપક્ષની જનતાસભા ને લઈને સત્તાપક્ષે પાલિકા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા તમામ ગેટ બંધ કરવામાં આવતા એક તબબકે અરજદારો પણ મુશ્કેલી માં મુકાયા હતા.ત્યારે કામ અર્થે આવેલા અરજદારો પણ સત્તાપક્ષ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.