Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટનું સંચાલન ૫૦ વર્ષ માટે અદાણીને હવાલે

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનુ ખાનગીકરણ કરાયુ છે. અમદાવાદ એરપોર્ટને હસ્તગત કરવા માટેની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી હતી. તે દરમ્યાન કેટલીક અડચણો પણ આવી હતી. જે સીઆઇએસએફના જવાનોની મેાટી સંખ્યાને લઇને હતી. ૧૦ નવેમ્બરથી સત્તાવાર રીતે અમદાવાદનુ એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે જતુ રહેશે, એવી અગાઉ જાહેરાત કરાઈ હતી. તે મુજબ એરપોર્ટની કોન્ટ્‌ક્ટ મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રુપના અધિકારીઓ એરપોર્ટની બિલ્ડીગમાં ચાર્જ પણ સંભાળી લીધો છે. એરપોર્ટ,સિક્યુરિટી સહિતના સ્ટાફને તાલીમ આપી દેવામાં આવલી છે. અમદાવાદ એરપોર્ટ પર અદાણી ગ્રુપના બેનર્સ લાગ્યા છે. બેરીકેટ્‌સ ,એન્ટ્રી ગેટ, એકઝીટ ગેટ સહીત અદાણી ગ્રુપના બેનર લાગયા છે.

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપી દેવામાં આવ્યું છે. આજથી અદાણી ગ્રૂપ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું ૫૦ વર્ષ માટે સંચાલન કરશે. શુક્રવારની મધ્યરાત્રિથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રૂપે પોતાના હાથમાં લઈ લીધું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. તો આ માટે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે.

ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને કાર્ગો એરિયામાં પણ અદાણી ગ્રૂપના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ એરપોર્ટનો મેઇનટેન્શન અને કોમ્યુનિકેશનનો કોન્ટ્રાકટ અદાણી ગ્રુપ પાસે છે. એટીસી એટલે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે. સૂત્રોનુ કહેવુ છે કે, અમદાવાદના એરપોર્ટ પર જેટલા પણ પ્રાઇવેટ કોન્ટ્રાકટ છે તે આપોઆપ અદાણી ગ્રુપ પાસે જતા રહેશે. આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સત્તા અને નવો કોન્ટ્રાક્ટ આપવો કે નહિ તે અદાણી ગ્રુપના અધિકારીઓ નક્કી કરશે. એરપોર્ટનો કેટલોક બદલી પણ કરવામા આવી શકે છે. નોન પ્રાઇવેટ એરપોર્ટ પર એરપોર્ટના કર્મચારી કે અધિકારીઓની બદલી થઇ શકે છે. મોટી સંખ્યામાં અદાણી ગ્રુપનો સ્ટાફ એરપોર્ટ પર તા.૧૦ નવેમ્બરથી આવી જાય ત્યાર પછી કોઇ સમસ્યા નહિ તે માટે અત્યારથી આ વિષય પર ચર્ચાઓ ચાલી રહી છે.

ઓથોરિટીએ ટિ્‌વટર પર ઓથોરિટી અને અદાણી ગ્રૂપના અધિકારીઓને દસ્તાવેજ હસ્તાક્ષર કરવાની તસવીરો પણ શેર કરવામાં આવી છે. આજથી ૫૦ વર્ષ સુધી અદાણી ગ્રુપ સંચાલન કરશે. ત્યારે અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટના વિકાસ માટે સુવિધાઓ વધારવામાં આવશે. ટર્મિનલની બહાર મુસાફરો માટે સુવિધા વધારવામાં આવશે. પીક એન્ડ ડ્રોપની સુવિધાઓ પણ વધારવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અદાણી ગ્રુપના કર્મચારીઓ સ્વતંત્ર રીતે સંચાલન કરશે. અમદાવાદ એરપોર્ટ પર ૧૨૬ જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.