Western Times News

Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકાને રોબોટ સંચાલિત ડ્રેનેજ કલીનીંગ મશીન અર્પણ કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકા ને સિસ્ટમ નાગ ટ્રેનિંગ માટે નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ દ્વારા આજે રોબોટ સંચાલિત મશીન અર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ તથા કમિશનર રતન કુંવર ચારણ ગઢવી દ્વારા નાયબ મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શહેર નું વપરાયેલું ગંદુ પાણી મેઇનહોલ માં ગટર માં જાય છે. ભૂતકાળમાં સફાઈ કામદારો ને ગટર માં ઉતરવું પડતું હતું. જ્યાં ઝેરી ગેસ થી ગૂંગળામણ થવાને કારણે કેટલાક ના મોત પણ થઈ શકે.  આવા બનાવોને અટકાવવા માટે હવે આધુનિક ટેક્નિક થી ગટર સાફ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોબોટ મશીન માં 4 કેમેરા છે. જેના કારણે ગટરની અંદર નો ભાગ જોવામાં વધુ સુગમતા રહે છે. એટલું જ નહિ, ગટરની અંદર રહેલા ગેસની માત્રાના આંકડા પણ બહાર થી જોઈ શકાશે.
આ મશીન દ્વારા 8 મીટર ની ઊંડાઈ સુધી મેઈન હોલ સાફ કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.