Western Times News

Gujarati News

એરફોર્સના જવાનોએ નવસારી જિલ્લામાં 45 લોકોને બચાવ્યા

અમદાવાદ, રવિવાર, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે ટૂંકી સૂચના પર એએચડીઆરને સહાય પૂરી પાડવા બરોડા એર બેઝ પર 2 હેલિકોપ્ટર સહિત નોડલ સેન્ટરો પર મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર મૂક્યા હતા. આશરે 11.30 વાગ્યે નવસારી જિલ્લાના જવાનોને બચાવવા રાહત કમિશનરની વિનંતી મળી હતી.

સ્ક્વોડ્રોન લીડર કૃષ્ણા અને સ્ક્વોડ્રોન લીડર પ્રવીણ તિવારી દ્વારા હેલિકોપ્ટરથી પૂરથી પથરાયેલા વિસ્તારના 45 પુરુષો, મહિલાઓ અને બાળકોને એર લિફ્ટ કરી બચાવી લેવામાં આવ્યા હતા. બચાવેલ લોકોને સુરત લાવવામાં આવ્યા હતા. કામગીરીમાં લગભગ 4 કલાકનો સમય લાગ્યો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.