Western Times News

Gujarati News

ICSIની પહેલઃ સેક્રેટરીયલ ઓડિટ મારફત કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવી

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)એ ઓડિટ કરતી વખતે ઓડિટની પદ્ધતિ, એકરૂપતા અને સાતત્યતાને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં ચાર ઓડિટ માપદંડો (1) ઓડિટ એન્ગેજમેન્ટ (સીએસએએસ-1), (2) ઓડિટ પ્રોસેસ એન્ડ ડોક્યુમેન્ટેશન (સીએસએએસ-2), (3) ફોર્મિંગ ઓફ ઓપિનિયન (સીએસએએસ-3) અને (4) સેક્રેટરીયલ ઓડિટ (સીએસએએસ-4) જાહેર કર્યા છે.

સારા કોર્પોરેટ ગવર્નન્સના હેતુથી આઈસીએસઆઈએ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ સેક્રેટરીયલ માપદંડોને એકીકૃત કરવા, તેમાં સંવાદિતા લાવવા અને સ્ટાન્ડર્ડાઈઝ કરવા તેમજ એકરૂપતા અને સાતત્યને પ્રોત્સાહન આપવા ચાર (4) સેક્રેટરીયલ માપદંડો જાહેર કર્યા છે.

તેમાંથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ અંગે સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ (એસએસ-1) અને જાહેર મીટિંગ માટે સેક્રેટરીયલ સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ (એસએસ-2)ને કેન્દ્ર સરકાર (કંપની બાબતોના મંત્રાલય) દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને કંપની કાયદો, 2013ની કલમ 118 (10) હેઠળ પૂર્તતતા માટે ફરજિયાત બનાવાયા છે. ડિવિડન્ડ અંગે સેક્રેટરિયલ માપદંડો (એસએસ-3) અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના રિપોર્ટ અંગે સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ (એસએસ-4) કંપનીઓએ સ્વૈચ્છિક રીતે અપનાવવાના રહેશે.

સેક્રેટરિયલ માપદંડોના નિરિક્ષણની સુવિધા માટે આઈસીએસઆઈએ એસએસ-1, એસએસ-2, એસએસ-3 અને એસએસ-4 અંગે માર્ગદર્શક નોંધ પણ જાહેર કરી છે. આઈસીએસઆઈએ સેલ્ફ ગવર્નન્સ તરફ કેટલીક પહેલ હાથ ધરી છે.

આઈસીએસઆઈ યુડીઆઈએન અથવા યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સિસ્ટમ દ્વારા બનતા આલ્ફા ન્યુમેરિક નંબર છે, જે પ્રેક્ટિસ કરતા સભ્ય માટે રજિસ્ટર ઓફ એટેસ્ટેશન/સર્ટિફિકેશન સેવાની જાળવણીને સરળ બનાવે છે. નકલી એટેસ્ટેશન્સ/સર્ટિફિકેશન અટકાવવાની સાથે યુડીઆઈએન સર્ટિફિકેશન /એટેસ્ટેશન સર્વિસીસની સંખ્યાને નિયંત્રિત રાખવાની સાથે ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાતી માર્ગદર્શકાઓની પૂર્તતા પણ કરી શકશે.

આઈસીએસઆઈ પીસીએસ પોર્ટલ
આઈસીએસઆઈ પીસીએસ પોર્ટલથી કંપનીઓ માટે તેમની વિશેષ સેવાઓની જરૂર હોય તેવા તેમની વ્યાપક અને વિશિષ્ટ કુશળતા ધરાવતા પ્રેક્ટિસ કરતા કંપની સેક્રેટરીસ વચ્ચે કડીરૂપ બનવાનો પ્રયાસ છે. આ પોર્ટલ ‘સ્કીલ આધારિત સર્ચ’ અને ‘નામ આધારિત સર્ચ’ની સુવિધા પૂરી પાડે છે.

eCSin
રોજગારી ક્ષેત્રે કંપની સેક્રેટરીની નિમણૂક અને હકાલપટ્ટી પર નિરિક્ષણ રાખવાના હેતુ સાથે આઈસીએસઆઈએ કંપની સેક્રેટરીનો એમ્પપ્લોયમેન્ટ સ્પેસિફિક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (eCSin) લોન્ચ કર્યો છે. વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે આઈસીએસઆઈએ ડિસેમ્બર 2019ના સત્રથી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

ઈન્ટરનેશનલ કોમર્સ ઓલિમ્પિયાડ – સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર
કંપની સેક્રેટરીસના વ્યાવસાયિક અંગે સ્કૂલના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર કર્યા છે.

સ્ટડી સેન્ટર સ્કીમ
આઈસીએસઆઈના વિદ્યાર્થીઓ વચ્ચેના અવરોધો દૂર કરવા અને વધુ સારી સુવિધા પૂરી પાડવા લક્ષદ્વિપ, અંદમાન અને નિકોબર ટાપુઓ, પૂર્વોત્તર રાજ્યો અને પુડુચેરી સહિત દેશના અંતરિયાળ વિસ્તારોને આવરી લેતાં 100થી વધુ સ્ટડી સેન્ટર્સ શરૂ કરાશે.

સીએસ કોર્સ માટે રજિસ્ટ્રેશન માટે ફીમાં કન્સેશન
સંસ્થાએ વિધવાઓ અને શહીદોના સંતાનો, કાયમી વિકલાંગતાના કિસ્સામાં, ભારતીય સૈન્યના સર્વિંગ/નિવૃત્ત જવાનો, ભારતીય હવાઈ દળ, ભારતીય નેવી અને બધા જ અર્ધલશ્કરી દળોને સીએસ કોર્સમાં રજિસ્ટ્રેશન માટે ફીમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

આઈસીએસઆઈ : ભારતનો જીએસટી પાર્ટનર
ભારતના જીએસટી ભાગીદારની ભૂમિકા ભજવવાના તેના પ્રયાસમાં આઈસીએસઆઈએ જીએસટી ન્યૂઝલેટર, જીએસટી શૈક્ષણિક શ્રેણી, જીએસટી પોઈન્ટ, જીએસટી એપ વગેરે જેવી પહેલો લોન્ચ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.