Western Times News

Gujarati News

આતંકવાદ વિરુદ્ધની લડતમાં ફ્રાન્સને ભારતનું મજબૂત સમર્થન

નવી દિલ્હી: ભારતે આતંકવાદ સામે ઝઝૂમી રહેલા ફ્રાન્સ પ્રત્યે પોતાનું મજબૂત સમર્થન ફરી એકવાર દોહરાવ્યું છે. પેરિસ પીસ ફોરમને વર્ચ્યુઅલી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધની લડતમાં ભારત તેના મિત્ર ફ્રાન્સ અને અન્ય તમામ દેશોની સાથે છે. પીએમ મોદીએ કહ્યું કે વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઈએ છીએ. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આ પગલાએ દેખાડ્યું છે કે તેઓ ગ્લોબલ પીસ માટે કેટલા સમર્પિત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આ GLOBAL GOODમાં યોગદાન આપવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે, આતંક વિરુદ્ધની આ લડતમાં ભારતનું ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાને પૂરેપૂરું સમર્થન છે. આતંકને જડમૂળમાંથી ખતમ કરવા માટે હવે દુનિયાએ એક સાથે વિચારવા અને એક સાથે એક્શન લેવાની જરૂર છે. આપણા આ જ પગલાથી દુનિયામાં શાંતિ કાયમ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.