Western Times News

Gujarati News

આમોદમાં ઢાઢર નદીના કાંઠાના ગામડાઓમાં તંત્ર દ્વારા ૨૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાસે વહેતી ઢાઢર નદીએ ૧૦૧ ફૂટની ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર હાલ નદી કાંઠાના ગામોને સ્થળાંતર કરવામાં લાગી ગયું છે અને અસરગ્રસ્ત ગામડાના ૨૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમોદ તાલુકાના કાંકરિયા માનસંગપુરા ગામે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જી ગોહિલ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રત ગામ માનસંગપુરા સ્થિતિનો તાગ મેળવ્યો હતો.આમોદ તાલુકાના જુનાવાડિયા જુના દાદાપોર માનસંગપુરા પુરસા વિગેરે ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

માનસંગપુરા ગામે બોટ લઈને સ્થાળાંતર કરવા ગયેલા આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર મિતેષ શકોરિયા તથા તાલુકા વિકાસ અધિકારી રિશી દેશલે તેમજ આમોદ પાલિકાના ટીમે તથા સામાજીક આગેવાન બીજલ ભરવાડે એક ડૂબતા માણસને બચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર પાણીમાં હાથ જ બહાર દેખાતા હતા અને બોટ લઈને પહોંચી ગયા તો હાથ ખેંચીને તેને સીધો બોટમાં બેસાડી આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસોએ પ્રસંશનીય કામગીરી કરી હતી. આ ઉપરાંત આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટરે તંત્રની રાહ ના જોતા પોતાના ખર્ચે કાંકરિયા ગામને જમાડવાની વ્યવસ્થા કરી હતી.
આમોદ પાસે વહેતી ઢાઢર નદીની જળ સપાટી હજી પણ વધાવની સંભાવના હોય તંત્ર દ્વારા એનડીઆરએફ ( દ્ગડ્ઢઇહ્લ) ની ટીમને કામગીરી સંભાળી લીધી હતી. અને રાત્રી દરમિયાન પણ સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ રહી હતી. આમોદ તાલુકાના પુરસા ગામેથી ૧૫૦ માનસંગપુરા ગામેથી ૧૫ જુના દાદાપોર થી ૭૫ લોકોનું સ્થળાંતર કરવમાં આવ્યું હતું તેમજ હજુ જુના વાડીયા ગામેથી તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.