Western Times News

Gujarati News

મોદી વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી શકે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએમ મોદી એક બેઠક તે આઠ રાજ્યોની સાથે કરી શકે છે જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદશોથી વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા સંભવિત છે.

વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે. દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા છેલ્લા થોડાક દિવસોમાં ૫૦ હજારથી નીચે આવી રહ્યા છે, બીજી તરફ રાજ્યોમાં મામલા ઝડપથી વધ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દેશના કેટલાક શહેરોમાં રાતનો કર્ફ્‌યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સીન તૈયાર થવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે.

તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જ્યારે એક પહેલા કે બીજા ચરણમાં છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં રવિવારે કોવિડ-૧૯ના નવા કેસ સામે આવ્યા અને બીમારીના કારણે દર્દીઓના મોત પણ થયા છે. વિવિધ રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગોએ આ જાણકારી આપી.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના ૫૭૫૩ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૮૦,૨૦૮ થઈ ગઈ છે, જ્યારે ૫૦ દર્દીઓનાં મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા ૪૬૬૨૩ થઈ ગઇ છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા ૧૯૭૪૧૨એ પહોંચી છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ લોકોના કોરોનાથી મોત થયા છે.

આમ મૃત્યું આંક ૩૮૫૯એ પહોંચ્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૪૯૫ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૭૯૯૫૩ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર ૯૧.૧૬ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.