Western Times News

Gujarati News

બે બુટલેગરો રાજસ્થાનથી બે બાઈક પર થેલામાં ૫૪૭ બોટલો ભરી લાવ્યા

એલસીબી પોલીસને જોઈ બાઈક મૂકી રફુચક્કર

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ થતી વિદેશી દારૂની હેરાફેરી બંધ કરવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સતત ઝડપાઇ રહ્યા છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ વધારતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના બુટલેગરો હવે બાઈક અને મોપેડ પર શરાબની ખેપ મારી રહ્યા છે

એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરાતા અંધારીવાડ-વાઘપુર ગામના વાંઘામાં બે બાઈક પર વિદેશી દારૂ ભરી આવતા જીતપુરના બે બુટલેગર પોલીસ પેટ્રોલીંગ જોઈ બંને બાઈક વાંઘામાં મૂકી રફુચક્કર થઈ જતા પોલીસે ૮૩ હજારથી વધુનો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા

માલપુર તાલુકાના જીતપુર ગામના કાના વાઘભાઈ માલીવાડ અને ભરત ઉર્ફ બોડિયો ભગાભાઇ માલીવાડ નામના શખ્શો રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી વેચાણ કરતા હોવાની બૂમો ઉઠતા અરવલ્લી એલસીબી પોલીસે બંને બુટલેગરો પર વોચ વધારી દીધી હતી ત્યારે કાનો અને ભરત ઉર્ફે બોડિયો રાજસ્થાન તરફથી બે બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતા હોવાની માહિતી પ્રાપ્ત થતા માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંતરિયાળ માર્ગો પર પેટ્રોલીંગ હાથધરાતા અંધારીવાડ-વાઘપુર ગામના વાંઘામાં બંને બુટલેગર બાઈક પર વિદેશી દારૂ સાથે ઉભા રહી ગયા હતા

ત્યારે એલસીબી પોલીસે રેડ કરતા બંને બુટલેગરો એલસીબી પોલીસને થાપ આપી વાંઘામાં બાઈકો મૂકી ફરાર થઇ જતા એલસીબી પોલીસે બંને બાઈકના થેલા અને કોથળામાં રાખેલ બીયર ટીન અને ક્વાંટરીયા નંગ-૫૪૭ કીં.રૂ.૮૩૮૫૦/- નો જથ્થો જપ્ત કરી બંને મોટર સાયકલ મળી કુલ રૂ.૧૨૩૮૫૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી બંને બુટલેગરો વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.