Western Times News

Gujarati News

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ,દર કલાકે પાંચ લોકોના મોત થયા છે

प्रतिकात्मक

નવીદિલ્હી, પાટનગર દિલ્હી કોરોનાનો કહેર સહન કરી રહી છે અને સ્થિતિ બેકાબુ થઇ ગઇ છે કે અહીં દરેક કલાકે પાંચ લોકો કોવિડ ૧૯થી પોતાની જીંદગી હારી રહ્યાં છે.ગઇકાવે દિલ્હીમાં કોરોના વાયરસના કારણે ૧૨૧ લોકોના મોત નિપજયા હતાં અને આ આંકડા અનુસાર દરેક કલાકમાં પાંચ લોકોના મોત થયા છે સ્થિતિને લઇ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ ચિંતિત છે અને અહીં માસ્ક ન પહેરવા પર ગત અઠવાડીયે દંડ પણ વધારી ૨૦૦૦ રૂપિયા કરી દીધા છે જે પહેલા ૫૦૦ રૂપિયા હતાં.

ગત ૨૪ કલાકમાં ૧૨૧ લોકોના મોત થયા છે દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર દિલ્હીમાં સતત ચોથા દિવસે ૧૦૦થી વધુ લોકોના મોત નોંધાયા છે ગત ૨૪ કલાકમાં ૧૨૧ લોકોના મોત નિપજયા છે અને કોરોનાના અત્યાર સુધી કુલ મોતનો આંકડો ૮૫૧૨ પર પહોંચી ગયો છે.

પાટનગર દિલ્હીાં કોરોના સંક્રમણ એ હદે બેકાબુ થઇ ગયું છે કે સતત ચોથા દિવસે દિલ્હીમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે બીજા દિવસે પણ ૨૪ કલાકમાં ૧૨૧ લોકોએ દમ તોડયો છે ગત ૧૦ દિવસમાં એક હજારથી વધુ લોકોએ પાટનગરમાં જીવ ગુમાવ્યો છે અને આ હિસાબથી એક દિવસમાં ૧૦૦ મોતની સરેરાશ સામે આવી છે.

દિવાળી બાદથી અત્યાર સુધી દેશમાં સંક્રમણથી થયેલ લગભગ દરેક પાંચમું મોત દિલ્હીમાં થયા છે આરોગ્ય વિભાગે જે ડેટા જારી કર્યા છે તે અનુસાર દેશભરમાં ૧૫થી ૨૧ નવેમ્બર વચ્ચે એટલે કે અઠવાડીયામાં કુલ ૩૫૮૮ કોરોના સંક્રમિતોના જીવ ગયા જેમાં સૌથી વધુ ૭૫૧ મોત દિલ્હીમાં થયા છે.

૨૦ નવેમ્બરે દિલ્હીમાં ૧૧૮ લોકોએ કોરોનાથી દમ તોડયો હતો ૨૧ નવેમ્બરે પાટનગરમાં કોરોનાથી ૧૧૧ લોકોના જીવ ગયા ૨૨ નવેમ્બરે ૧૨૧ લોકોના મોત નિપજયા અને ૨૩ નવેમ્બરના આંકડા આવ્યા તો તેમાં જાણવા મળ્યુ કે કોરોનાએ ૨૪ કલાકમાં ૧૨૧ લોકોની જીવનલાલ સમાપ્ત કરી દીધી દિલ્હીમાં કોરોનાથી ફકત મોતના આંકડા વધી રહ્યાં છે એટલું જ નહીં જેટલા વધુ ટેસ્ટ થઇ રહ્યાં છે તેટલા વધુ દર્દીની માહિતી મળી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.