Western Times News

Gujarati News

ભારત દ્વારા વધુ ૪૩ એપ્સ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ચીન સાથે સરહદે તંગદિલીને પગલે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. કેન્દ્રની મોદી સરકારે ૪૩ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં મોટી એપ્લિકેશનનો નામ છે. આ અગાઉ પણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર ટિકટોક એપ સહિત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઈટ, વિવા વીડિયો જેવી લોકપ્રિય એપ્લિકેશન્સ પણ બંધ કરી ચૂકી છે.

ભારત સરકારે ચીની અર્થતંત્રને વધુ એક ઝટકો આપતા વધુ ૪૩ જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યો છે. આઇટી એક્ટની કલમ ૬૯છ હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવતો છે. ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર હુકમના પૂર્વગ્રહયુક્ત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ એપ્લિકેશનોને લગતી ઇનપુટ્‌સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અગાઉ ૨૮ જૂન ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ૫૯ જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન પર અને ૨જી સપ્ટેમ્બરના રોજ વધુ ૧૧૮ એપ્લિકેશન પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (આઇટી એક્ટ)ની કલાક ૬૯છ હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો. નાગરિકોના હિતો માટે અને તમામ ક્ષેત્રોમાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તેના માટે જે પગલાં લેવા પડે તે લેશે.

૧. અલી સપ્લાયર્સ
૨. અલી બાબા વર્કબેંચ
૩. અલી એક્સપ્રેસ-સ્માર્ટર શોપિંગ, બેટર લિવિંગ
૪. અલીપે કેશિયર
૫. લાલામોવ ઈન્ડિયા-ડિલીવરી એપ
૬. ડ્રાઈવ વિથ લાલામોવ ઈન્ડિયા
૭. સ્કેન વીડિયો
૮. કેમકાર્ડ-બિઝનેસ કાર્ડ રિડર
૯. કેમ કાર્ડ- (વેસ્ટર્ન)
૧૦. સોલ-ફોલો ધ સોલ ટુ ફાઈંડ યુ
૧૧. ચાઈનીઝ સોશિયલ-ફ્રી ઓનલાઈન ડેટિંગ વીડિયો એપ એન્ડ ચેટ
૧૨. ડેટ ઈન એશિયા-ડેટિંગ એન્ડ ચેટ ફોર એશિયન સિંગલ્સ
૧૩. વીડેટ- ડેટિંગ એપ
૧૪. ફ્રી ડેટિંગ એપ-સિંગલ, સ્ટાર્ટ યોર ડેટ!
૧૫. એડોર એપ
૧૬. ટ્રૂલીચાઈનીઝ-ચાઈનીઝ ડેટિંગ એપ
૧૭. ટ્રૂલી એશિયન-એશિયન ડેટિંગ એપ
૧૮. ચાઈનાલવઃ ડેટિંગ એપ ફોર ચાઈનીઝ સિંગલ્સ
૧૯. ડેટ માઈએજઃ ચેટ, મીટ, ડેટ મેચ્યોર સિંગલ્સ ઓનલાઈન
૨૦. એશિયન ડેટઃ ફાઈન્ડ એશિયન સિંગલ્સ
૨૧. ફ્લર્ટ વિશઃ ચેટ વીથ સિંગલ્સ
૨૨. ગાઈઝ ઓનલી ડેટિંગઃ ગે ચેટ
૨૩. ટ્યુબિટઃ લાઈવ સ્ટ્રીમ્સ
૨૪. વી વર્ક ચાઈના
૨૫. ફર્સ્‌ટ લવ લાઈવ- સુપર હોટ લાઈવ બ્યુટીઝ લાઈવ ઓનલાઈન
૨૬. રેલા-લેસ્બિયન સોશિયલ નેટવર્ક
૨૭. કેશિયર વોલેટ
૨૮. મેંગો ટીવી
૨૯. એમજીટીવી-હૂમન ટીવી ઓફિશિયલ ટીવી એપ
૩૦. વીટીવી-ટીવી વર્ઝન
૩૧. વીટીવી-સીડ્રામા,કે ડ્રામા એન્ડ મોર
૩૨. વીટીવી લાઈટ
૩૩. લકી લાઈવ-લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ એપ
૩૪. ટાઓબાઓ લાઈવ
૩૫. કિંગટોક
૩૬. આઈડેંટી વી
૩૭ . આઈસોલેન્ડ૨ઃ એશેઝ ઓફ ટાઈમ
૩૮. બોક્સસ્ટાર (અર્લી એક્સેસ)
૩૯. હીરોઝ ઈવોલ્વ્ડ
૪૦. હેપ્પી ફિશ
૪૧. જેલિપોપ મેચ-ડેકોરેટ યોર ડ્રીમ આઈસલેન્ડ!
૪૨. મંચકિન મેચઃ મેજીક હોમ બિલ્ડિંગ
૪૩. કોનક્વિસ્ટા ઓનલાઈન-


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.