Western Times News

Gujarati News

નવી નીતિ નવી રીતિથી કરી આંતકનો મુકાબલો કરી રહ્યાં છીએઃ વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયામાં ૮૦માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલનના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી આ સંમેલનની સમાપન સત્રને સંબોધિન કર્યું અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલનની શરૂઆત વર્ષ ૧૯૨૧માં કરવામાં આવી હતી આ વર્ષ પીઠાસીન અધિકારી સંમેલનના શતાબ્દી વર્ષના રૂપમાં મનાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આજના દિવસ પૂજય બાપુની પ્રેરણાને,સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિબધ્ધતાને પ્રણામ કરવાનોે છે તેમણે મુંબઇ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ પણ અર્પિત કરી છે. વડાપ્રધાને કહ્યું કે સમયની સાથે જા કાયદા પોતાનું મહત્વ ગુમાવી ચુકયા છે તેને હટાવવાની પ્રક્રિયા પણ સરળ હોવી જાેઇએ ગત વર્ષોમાં એવા સેંકડો કાનુન હટાવવામાં આવ્યા છે શું આપણે એવી વ્યવસ્થા બનાવી શકીએ નહીં જેથી જુના કાયદામાં સુધારાની જેમ જુના કાયદાને રિપીલ કરવાની પ્રક્રિયા જાતે જ ચાલતી રહે આપણે ત્યાં મોટી સમસ્યા એ પણ છે કે બંધારણ અને કાનુની ભાષા તે વ્યક્તિને સમજમાં મુશ્કેલ હોય છે જેના માટે તે કાનુન બને છે મુશ્કેલ શબ્દ લાંબી લાંબી લાઇનો,મોટા મોટા પેરાગ્રાફ કલોજ સબ કલોજ એટલે કે જાણે અજાણે એક મુશ્કેલ જાળ બની જાય છે.

તેમણે કહ્યું કે અમારા કાનુનોની ભાષા એટલી સરળ હોવી જાેઇએ નહીં કે સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ તેને સમજી શકે આપણે ભારતના લોકોને આ બંધારણ ખુદ આપી દીધુ છે. આથી તે હેઠળ કરવામાં આવેલ તમામ નિર્ણય દરેક કાનુન સામાન્ય નાગરિક સીધો કપાટેલો અનુભવ કરે તે સુનિશ્ચિત કરવાનો રહેશે.

પોતાના સંબંધોનમાં મોદીએકહ્યું કે જયારે આપણા પ્રયાસ એ હોવા જાેઇએ કે બંધારણ પ્રત્યે સામાન્ય નાગરિકની સમજ વધુ વ્યાપક હોય આજકાલ તમે લોકો સાંભળો છો કે કેવાઇસી.નો યોર કસ્ટમર ડિઝીટલ સુરક્ષાનું મહત્વપુર્ણ પાસુ છે. તે જ રીતે કેવાઇસી એટલે નો યોર કંસ્ટયુશન આપણા બંધારણીય સુરક્ષા કવચને પણ મજબુત કરી શકે છે.

વડાપ્રધાને કહ્યું કે આપણા બંધારણમાં અનેક વિશેષતાઓ છે પરંતુ એક બહુ જ વિશિષ્ટ વિશેષતા કર્તવ્યોને આપવામાં આવેલ મહત્વ છે મહાત્મા ગાંધી તેને લઇ ખુબ ઉત્સુક હતાં તેમણે અધિકારો અને કર્તવ્યોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જાેયા તેમણે અનુભવ્યુ કે એકવાર જયારે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીએ છીએ તો મોટાભાગે જાતે જ સુરક્ષિત થઇ જઇએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે કોરોનાના આ સમયમાં આપણી ચુંટણી પ્રણાલીની મજબુતી પણ દુનિયાએ જાેઇ આટલા માટા સ્તર પર ચુંટણી થવી સમય પર પરિણામ આવવા યોગ્ય રીતે નવી સરકાર બનવી આ આટલુ જ સરળ ન હતું આપણ ે આપણા બંધારણથી જે શક્તિ મળી તે આવી દરેક મુશ્કેલ કાર્યોને સરળ બનાવે છે.

મોદીએ કહ્યું કે આતંકવાદના મુકાબલામાં આપણે પોલીસ દળના અનેક જાબાંજ પણ શહીદ થયા છે હું તેમને નમન કરૂ છું આજડે ભારત નવી નીતિ નવી રીતિની સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે તેમણે કહ્યું કે મેં આજે મુંબઇ હુમલા જેવા કાવતરાને નિષ્ફળ કરકી રહેલા આતંકને એક નાના ક્ષેત્રમાં સમેટી દેનાર ભારતની રક્ષા માટે પ્રતિક્ષણ લાગેલ આપણા સુરક્ષા દળોને પણ વંદન કરૂ છું.

મોદીએ કહ્યું કે આજની તારીખ દેશ પર સૌથી મોટા આતંકી હુમલાની સાથે જાેડાયેલી છે ૨૦૦૮માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઇ પર હુમલો કર્યો હતો આ હુમલામાં અનેક ભારતીયોના મૃત્યુ થયા અનેક અન્ય દેશોના લોકો માર્યા ગયા હતાં હું મુંબઇ હુમલામાં માર્યા ગયેલા તમામને મારી શ્રધ્ધાંજલિ અર્પિત કરૂ છું. આજનો દિવસ પૂજય બાપુની પ્રેરણાને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિબધ્ધતાને પ્રમાણ કરવાનો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.