Western Times News

Gujarati News

તમિલનાડુ અને પોડીચેરીમાં નિવાર વાવાઝોડુના કારણે ભારે તબાહી

નવીદિલ્હી, તમિલનાડુ અને પોડિચેરીમાં ખતરનાક વાવાઝોડુ નિવાર હવે ઘીરે ધીરે નબળું થઇ રહ્યું છે પ્રચંડ વાવાઝોડું નિવાર આજે સવારે પોડીચેરીની નજીક પહોંચ્યું હતું જેથી કેન્દ્ર શાસિત પ્રદેશ અને પડોસી રાજય તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો હવામાન વિભાગે કહ્યું કે નિવાર પોડીચેરીની પાસે કિનારાથી પસાર થયા બાદ નબળુ થઇ ભીષણ ચક્રવર્તી તોફાનમાં ફેરવાઇ ગયું છે પોડિચેરીમાં આ વાવાઝોડાને કારણે એકનું મોત થયું છે જયારે તમિલનાડુમાં ત્રણ લોકોના જીવ ગયા છે.

તમિલનાડુના એડિશનલ ચીફ સેક્રેટ્ર્‌ અતુલ્ય મિશ્રાએ કહ્યું કે નિવાર તોફાનને કારણે ત્રણ લોકોના મોત નિપજયા છે અને ત્રણ લોકોને ઇજા થઇ છે. આ વાવાઝોડાને કારણે લગભગ ૧૦૧ ઘરોને નુકસાન થયું છે અને ૩૮૦ વૃક્ષ પડી ગયા છે આવશ્યક સેવાઓને પુરી રીતે બહાલ કરવામાં આવી છે.

દરમિયાન પોડીચેરી અને આસપાસ વિસ્તારોમાં નિવાર વાવાઝોડાને કારણે આજે વહેલી સવારે ભારે વરસાદ થયો અને અનેક વૃક્ષ પડી ગયા હતાં વિજળીના થાંભલાને નુકસાન થયું અને અનેક સ્થાનો પર પાણી ભરાઇ ગયા સંધ શાસિત પ્રદેશના કોઇ પણ ભાગથી કોઇના હતાહત થવાની માહિતી મળી નથી.

મુખ્યમંત્રી વી નારાયણ સામીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે પોડીચેરીમાં ૨૩ સેંટીમીટર વરસાદ અને ચક્રવાતને કારણે કોઇના મોતના અહેવાલો નથી મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકો પોતાના ઘરમાં જ રહે.

વાવાઝોડુ પોડીચેરીની પાસે કિનારાથી પસાર થતી વખતે ૧૨૦-૧૩૦ કિમીની હવા ચાલી હતી. ચેન્નાઇના વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર તમિલનાડુમાં હજુ વરસાદ જારી રહેવાનું અનુમાન છે.તેમણે કહ્યું કે તોફાન હવે મેદાની વિસ્તારમાં છે જયાં વરસાદ અને તેજ હવા ચાલુ રહેશે સુરક્ષા પગલા ઉઠાવતા તમિલનાડુમાં ૨.૫ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.