Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૬૦ કેસ આવ્યા

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદ શહેરમાં દરરોજ ૧૦ કરતા વધુ લોકોના મૃત્યુ: રિકવરી રેટ ૯૦.૯૩ ટકા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સતત ૧૫૦૦ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૬૦ નવા કેસ નોંધાયા છે. તો રાજ્યમાં વધુ ૧૬ લોકોના કોરોનાને લીધા મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩૦૨ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૩ હજાર ૫૦૯ થઈ ગઈ છે. તો મૃત્યુઆંક ૩૯૨૨ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૩૭ કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં ૨૩૧, વડોદરા શહેરમાં ૧૪૦, રાજકોટ શહેરમાં ૮૭, પાટણમાં ૬૪, સુરત ગ્રામ્ય ૫૮, રાજકોટ ગ્રામ્ય ૫૧, બનાસકાંઠા, ૪૧, મહેસાણા ૪૦, વડોદરા ગ્રામ્ય ૪૦, ગાંધીનગર ૩૬, ગાંધીનગર શહેર ૩૪, પંચમહાલ ૨૯, આણંદ ૨૮, ખેડા ૨૮, જામનગર શહેર ૨૭, મહીસાગર ૨૬, અમદાવાદ ગ્રામ્યમાં ૨૪ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૨ લોકોના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં ૩ અને વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ ૩૯૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૨૯ છે, જેમાં ૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧ લાખ૮૫ હજાર ૫૮ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં ૭૫ લાખ ૫૧ હજાર ૬૦૯ કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૦.૯૩ ટકા છે. તો ગુજરાતમાં ૫ લાખ ૫ હજાર ૬૪૮ લોકો ક્વોરેન્ટાઈન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.