Western Times News

Gujarati News

પતિ-સસરાના અસહ્ય બનેલ ત્રાસથી મહિલાએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું, ત્રણે બાળકો નિરાધાર બન્યા 

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં હત્યા,આત્મહત્યાના અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે ત્રણ બાળકોની માતાએ તેના પતિ અને સસરાના અસહ્ય બનેલ ત્રાસથી ત્રાહિમામ પોકારી તેના જ ખેતરમાં આવેલ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી મહિલાની આત્મહત્યાના પગલે મહિલાના પિયરપક્ષના લોકો મોટી સંખ્યામાં ભિલોડા કોટેજ હોસ્પિટલ ઉમટ્યા હતા ભિલોડા પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી પતિ અને સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મહિલાની આત્મહત્યાના પગલે પિતા પણ જેલના સળિયા પાછળ ધકેલાતા ત્રણે માસુમ બાળકો નોધારા બન્યા હતા

ભિલોડા રામપુરી ગામના રત્નાજી બેચરજી તબિયારની પુત્રી ઉર્મિલાબેનના લગ્ન કુંડોલપાલ ગામના શૈલષ હીરાજી ડામોર સાથે ૧૫ વર્ષ અગાઉ સામાજીક રીતરીવાજ મુજબ થયા હતા લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પતિ અને સાસરીપક્ષ તરફથી સારી રીતે રાખ્યા બાદ ત્રણ બાળકોના જન્મ બાદ મહિલાનો પતિ ઉર્મીલાબેનને કોઈની સાથે બોલવા ચાલવા દેતો નહીં અને ઘરની બહાર પણ નહિ નીકળવા દેતો હોવાની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપતા અને મહિલાના સસરા પણ તેમના પુત્રનું ઉપરાણું લેતા હોવાથી અનેક વાર મહિલા રીસાઈ પિયર આવી જતી હતી

પોતાની પુત્રીનો સંસાર બગડે નહીં અને હમણાં જમાઈ સુધરી જશે તેમ સમજી જમાઈને ઠપકો આપી સાસરી મોકલી આપતા હતા લગ્નના ૧૫ વર્ષ પછી પણ મહિલાનો પતિ સુધારવાનું નામ ન લેતા સતત માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાથી અને તેના સસરા પણ પતિનું ઉપરાણું લેતા હોવાથી અસહ્ય બનેલ ત્રાસથી મહિલાએ બુધવારે રાત્રે બાળકો સુઈ જતા તેના જ ખેતરમાં જઈ પડતું મૂકી મોતને વ્હાલું કરી લેતા ભારે ચકચાર મચી હતી

ભિલોડા પોલીસે મહિલાએ આત્મહત્યા કરી લેતા કુડોલપાલ ગામે પહોંચી મહિલાના સસરાની જાહેરાતના આધારે મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાતા આ અંગેની જાણ તેના પિયરપક્ષને થતા તાબડતોડ મોટી સંખ્યામાં ભિલોડા કોટેજ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મહિલાને આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું

ભિલોડા પોલીસે મૃતક મહિલાના પિતા રત્નાજી બેચરજી તબિયારની ફરિયાદના આધારે મહિલાના પતિ શૈલેશ હીરાજી ડામોર અને તેના સસરા હીરાજી સગરામભાઈ ડામોર (બંને,રહે.કુંડોલપાલ) વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૬ ,૪૯૮ (ક) અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.