Western Times News

Gujarati News

સના ખાન અને અનસ સૈયદે એકબીજાની નજર ઉતારી

મુંબઈ: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ સના ખાનના લગ્ન બાદ તેના નવા ફોટોગ્રાફ્સ અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે. સના ખાને હાલમાં જ ગુજરાતના અનસ સૈયદની સાથે નિકાહ કર્યા છે. તેના લગ્નના ફોટોગ્રાફ્સ તેણે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા જે ખૂબ શેર થયા હતા. હવે સના ખાને સોશિયલ મીડિયા પર ફરી એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તે અને તેના પતિ એકબીજાની નજર ઉતારતા જોવા મળી રહ્યા છે. સના ખાનના આ વિડીયો પર તેના ફેન્સની અઢળક કોમેન્ટ્‌સ જોવા મળી રહી છે.

સના ખાને આ વિડીયો શેર કરતા લખ્યું કે ખરાબ નજરથી બચાવે છે અને સુનિશ્ચિત કરે છે કે ઘરેથી નીકળતા પહેલા તમે દરેક નમાઝ બાદ આ વાંચી લો. કોઈ કામ માટે ઘરની બહાર નીકળતા પહેલા હંમેશાં પતિ-પત્ની આ કરે. સના ખાનનું કહેવું છે કે આવું કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. અગાઉ પણ સના ખાને કેટલાંક વિડીયો શેર કર્યા છે. જેમાં એક વિડીયોમાં તે પતિ અનસ સૈયદની સાથે ડ્રાઈવ પર જોવા મળી હતી.

સના ખાને લગ્ન બાદ પોતાનું નામ બદલ્યું છે. હવે તેનું સંપૂર્ણ નામ સઈદ સના ખાન છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર પણ આ નામ લખ્યું છે. સના ખાને સઈદની સાથેનો પોતાના નિકાહનો ફોટોગ્રાફ શેર કરતા મેસેજમાં લખ્યું હતું કે એકબીજાને પ્રેમ કર્યો અલ્લાહ માટે, એકબીજાની સાથે લગ્ન કર્યા અલ્લાહ માટે, અલ્લાહ આપણને આ દુનિયામાં એકસાથે રાખે અને જન્નતમાં પણ સાથે રાખે. સના ખાને કેટલાંક મહિના પહેલા જ બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. સના ખાનના પતિ મુફ્તી અનસ ગુજરાતના સુરતના રહેવાસી છે અને તેઓ એક ધાર્મિક નેતા અથવા ઈસ્લામિક સ્કોલર છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુફ્તી અનસ એક બિઝનેસમેન પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.