Western Times News

Gujarati News

રત્નકલાકારે ૩ વર્ષમાં ૩૨ મોટર સાયકલની ચોરી કરી

પ્રતિકાત્મક

સુરત,  પતિ કરતાં બહેનનો બિલ્ડર પતિ વધુ કમાતો હોવાનો કકળાટ કરતી પત્નીના મહેણાંથી રત્નકલાકાર વાહન ચોરીના રવાડે ચઢી ગયો હતો. ત્રણ વર્ષ દરમિયાન યુવાને કુલ ૩૨ બાઇક ચોરી કરી તેનો ભંગારમાં વેચી નિકાલ કરે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ ચોરીની ૩૦ બાઇક કબજે કહી હતી.

બે બાઇક ગારિયાધારમાં કબજે લેવાઇ ચૂકી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્રાણ ગોપાલ ક્રિષ્ણા એપા.માં રહેતાં ૩૭ વર્ષીય બળવંત વલ્લભ ચૌહાણને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરાછા હીરાબાગ સર્કલ પાસેથી એક બાઇક સાથે ઝડપ્યો હતો. આ બાઇક તેણે ૨૦૧૭માં વરાછા સવાણી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રુબી સોસાયટી આસપાસ આવેલાં પાર્કિંગમાંથી ચોરી કરી હતી.

આ શખ્સે અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવતા તેણે ૨૦૧૭માં ૦૧, ૨૦૧૯માં ૦૪ અને ૨૦૨૦માં ૨૭ બાઇક ચોરી કરી હતી. ૨૯ બાઇક તેણે ઉત્રાણ મનીષા રેલવે ઓવરબ્રિજ નીચે તથા કાપોદ્રા-ઉત્રાણ તાપી ઓવરબ્રિજના નીચેના ભાગે છુપાવી રાખી હોવાની કબૂલાત કરતાં પોલીસે ૨૯ બાઇક કબજે કરી હતી. જ્યારે બે બાઇક ગારિયાધારમાં પોલીસના કબજામાં હતી. ગારિયાધારમાં તેનો મિત્ર આ ચોરીની બાઇક સાથે થોડાક સમય પહેલાં ઝડપાઇ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.