Western Times News

Gujarati News

કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી : WHO ચીફ

લંડન: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસનું કહેવું છે કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો, તે જાણવું જરૂરી છે. આ વિશે ડબલ્યુએચઓનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. આવું કરીને અમે ભવિષ્યમાં ઊભી થનારી આ પ્રકારની સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકીએ છીએ.

બીજી તરફ સારા સમાચાર એ છે કે અમેરિકાની દવા કંપની મોડર્ના પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકા અને યૂરોપિયન રેગ્યૂલેટર્સને અપ્લાય કરશે. વેક્સીનના અંતિમ ચરણના ટ્રાયલ બાદ કંપનીએ દાવો કર્યો કે તે કોરોનાથી લડવામાં ૯૪ ટકા કારગર છે. ટ્રેડોસે કહ્યું કે, અમે તેના સોર્સને જાણવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.

તેના માટે ચીનના વુહાનથી સ્ટડી શરૂ કરવામાં આવશે. જાણવાનો પ્રયાસ કરીશું કે ત્યાં શું થયું હતું. આ ઉપરાંત જોવામાં આવશે કે કોઈ નિષ્કર્મ પર પહોંચવા માટે બીજા રસ્તા શું છે. કોરોનાથી સૌથી વધુ મોત હવે યૂરોપમાં થઈ રહ્યા છે. અહીં દરરોજ ૩-૪ હજાર લોકોના કોરોના સંક્રમણથી મોત થઈ રહ્યા છે. અહીં ઈટલી, પોલેન્ડ, રશિયા, યૂકે, ફ્રાન્સ સહિત ૧૦ દેશ એવા છે જ્યાં દરરોજ ૧૦૦થી ૭૦૦ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

યૂરોપના ૪૮ દેશોમાં અત્યાર સુધી સંક્રમણથી ૩.૮૬ લાખ લોકોનાં મોત થયા છે. દરરોજ થનારા મોતના બીજા નંબર પર ઉત્તર અમેરિકા અને ત્રીજા પર એશિયા છે. ઉત્તર અમેરિકામાં દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ દર્દીના મોત થઈ રહ્યા છે. બીજી તરફ એશિયામાં દરરોજ ૧૪૦૦થી ૧૮૦૦ લોકો જીવ ગુમાવી રહ્યા છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડૉ. એન્થની ફોસીએ સતત બીજી લહેર આવવાની ચેતવણી આપી છે. અમેરિકામાં હાલ સૌથી વધુ ૫૦ લાખ એક્ટિવ કેસ છે.

બીજી તરફ ફ્રાન્સમાં આવા દર્દીઓની સંખ્યા ૨૦ લાખ, ઈટલીમાં ૭.૯૪ લાખ, બ્રાઝીલમાં ૫.૬૩ લાખ એક્ટિવ કેસ છે. ભારતમાં આવા દર્દીઓની સંખ્યા ૪.૪૬ લાખ છે. દુનિયામાં અત્યાર સુધી કોરોનાના ૬ કરોડ ૩૧ લાખ ૮૮૩ કેસ સામે આવી ચૂક્યા છે. ૧૪ લાખ ૬૬ હજાર ૨૭ લોકોના મોત થઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.