Western Times News

Gujarati News

અક્ષરઘામ સાંજે ૪થી ૭.૩૦ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે

અમદાવાદ: દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને ૧ ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર સાંજે ૪થી સાંજે ૭.૩૦ કલાક સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક મહિના જેટલા લાંબા સમય બાદ ખોલવામાં આવ્યું હતું.

અક્ષરધામ મંદિર ખૂલ્યા બાદ કોરોનાના સંક્રમણને પગલે મુલાકાતીઓ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અક્ષરધામમાં આકર્ષણના કેન્દ્ર સમાન પ્રદર્શનને પણ બંધ રખાયું હતું. માત્ર દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પરંપરાગત રીતે દીપમાળાની રોશનીથી પ્રગટાવવામાં આવ્યું હતું.

દિવાળી પર્વ બાદ કોરોના સંક્રમણ વધતા અક્ષરધામના સંચાલકોએ સલામતીના ભાગરૂપે અક્ષરધામને તારીખ ૩૦મી નવેમ્બરે પુન બંધ રાખવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જો કે અક્ષરધામ હવે ફરી એકવાર ખોલવાનો ર્નિણય લેવાયો છે. અક્ષરધામ ૧ ડિસેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે. સાંજે ૭૩૦ વાગ્યે અક્ષરધામ બઁધ કરવાનો ર્નિણય લેવાયો છે. જો કે અક્ષરધામમાં ચાલતા વોટર શોને મુલાકાતીઓ નિહાળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.