Western Times News

Gujarati News

સિસ્કાએ વાયરલેસ ચાર્જીંગ પાવર બેન્ક લોન્ચ કરી

સિસ્કાની આ લેટેસ્ટ પ્રોડક્ટ તમારી ડિવાઇસને હંમેશા ચાર્જ્ડ રાખશે

મુંબઇ, મોબાઇલ એસેસરીઝ સેગમેન્ટમાં અગ્રણી અને હંમેશા ઇનોવેટિવ પ્રોડક્ટ રજૂ કરતી સિસ્કા એસેસરીઝે આજે લેટેસ્ટ WPB1002પાવર બેન્કના લોંચની જાહેરાત કરી છે. ભારતમાં બનેલી આ 10,000 mAhપાવર બેન્ક ગ્રાહકોને તેમનાં અનેક ઉપકરણોને ખરા અર્થમાં વાયરલેસ અને ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ પુરો પાડીને સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પુરાં પાડે છે. સિસ્કા મોબાઇલ એસેસરીઝ વાયરલેસ સ્પીકર્સ, વાયરલેસ હેડસેટ્સ, ઇયરફોન, કાર ચાર્જર્સ સહિતની ઉચ્ચ ગુણવત્તાસભર પ્રોડક્ટ્સની સઘન રેન્જ પૂરી પાડે છે.

કોવિડ 19 મહામારીએ વિશ્વભમાં સ્માર્ટફોનની માગમાં ઉછાળો સર્જ્યો છે, જેને કારણે પાવર બેન્ક માર્કેટની પણ વૃધ્ધિ થઇ છે. સિસ્કા WPB1002પાવર બેન્ક ચાર્જીંગ હેતુસર ટુ-વે ટાઇપ-સી ઇનપુટ અને આઉટપુટ કેબલથી સજ્જ છે. આમ, ગ્રાહકની સગવડતા પ્રમાણે તેનો ઉપયોગ થઇ શકે છે. સિસ્કાએ યુનિફાઇડ વાયરલેસ ચાર્જિંગ અનુભવ પુરો પાડીને સૌથી આધુનિક ટેકનોલોજીની મદદથી આ પ્રોડક્ટ તૈયાર કરી છે.

આ પાવર બેન્કના લોંચ અંગે ટિપ્પણી કરતા સિસ્કા ગ્રુપનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્યોત્સના ઉત્તમચંદાણીએ જણાવ્યું હતું કે, વર્ક ફ્રોમ હોમ નવી સામાન્ય સ્થિતિ બની ગઇ હોવાથી દરેક વ્યક્તિ સંદેશાવ્યવહાર માટે વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરે છે અને તેથી પોર્ટેબલ પાવર બેન્ક્સની માગમાં ઉછાળો આવ્યો છે. વધુમાં, સ્માર્ટફોનના તમામ વપરાશકારો માટે તે મુળભુત સાધન બની ગયું છે.

સિસ્કા અમારા ગ્રાહકોની બદલાતી જતી જરૂરિયાતોને આધારે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ પુરી પાડવામાં અગ્રેસર રહીએ છીએ અને ગ્રાહકની બદલાતી જતી ખરીદીની પેટર્નને આધારે પરિવર્તનશીલ પ્રોડક્ટ્સ આપવા પ્રતિબદ્ધ છીએ. અમારી લેટેસ્ટ પ્રોડક્ટ સિસ્કા WPB1002પાવર બેન્ક એ ગ્રાહકો માટે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે, જેઓ અવિરત ચાર્જીંગનો અનુભવ પુરો પાડતી ઝંઝટમુક્ત વાયરલેસ પ્રોડક્ટ ઇચ્છે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.