Western Times News

Gujarati News

એરપોર્ટ પર મધમાખીઓએ વિમાન પર હુમલો કરી દીધો

કોલકાતા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક ચોંકાવનારી ઘટનામાં મધમાખીઓનું એક ટોળાએ એર વિસ્ટારાની બારી પર હુમલો કરી દીધો. આ ઘટના સોમવારે સાંજે બની હતી જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. કોલકાતા એરપોર્ટના ૨૫ નંબરના બે પર આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને વોટરકેનનનો મારો ચલાવીને મધમાખીઓને પ્લેનથી હટાવી હતી.

મધમાખીઓ આ પ્રકારના હુમલો ફરી ન કરે તે માટે જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. એક એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ, શિયાળાના સમયમાં મધમાખીઓની આ સમસ્યામાં ઊભી થતી હોય છે કારણે કે તેઓ લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલા પ્લેન પર જઈને બેસી જાય છે. ક્યારેક તો એરક્રાફ્ટની અંદર પણ મધમાખીઓ ઘૂસી જતી હોય છે. કોલકાતા એરપોર્ટ ડાયરેક્ટર કૌશિક ભટ્ટાચાર્યજીએ જણાવ્યું કે, એરપોર્ટ પાસે કેટલાક જૂના હેંગર છે જેનો ઉપયોગ એરક્રાફ્ટના રિપેરિંગ અને મેન્ટેનલ્સ માટે કરવામાં આવ છે. ત્યાં એરક્રાફ્ટ પર મધપૂડા જોવા મળતા હોય છે. અનેકવાર એરપોર્ટ અધિકારીઓને મધમાખીઓના ટોળા પણ જોવા મળે છે.

અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એરપોર્ટ પર આટલી મોટી સંખ્યામાં મધમાખીઓ આવી ક્યાંથી રહી છે. મધમાખીઓએ એર વિસ્ટારાની ફ્લાઇટ પર કરેલા હુમલાનો વીડિયો એરલાઇન અધિકારીએ શૅર કર્યો છે જેઓ તે સમયે ત્યાં હાજર હતા. મધમાખીઓએ એર વિસ્ટારાની ફ્લાઇટ પર કરેલા હુમલાનો વીડિયો એરલાઇન અધિકારીએ શૅર કર્યો છે જેઓ તે સમયે ત્યાં હાજર હતા. તેમણે વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે, ફ્લાઇટ મોડું પડવાના કારણોમાં સામાન્ય રીતે ખરાબ હવામાન, ટેકનીકલ ફોલ્ટ જેવા કારણો હોય છે.

આજે નવું કારણ ઉમેરાયું છે. મધમાખીઓનો કોલકાતા એરપોર્ટ પરથી ફુટેજ. વોટરકેનનની મદદથી તેમને દૂર કરવામાં આવી. નોંધનીય છે કે, ગયા વર્ષે પણ કોલકાતા એરપોર્ટ પર આવી જ ઘટના બની હતી. ગયા વર્ષે કોલકાતાથી અગરતલા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલાના કારણે ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી. આ વખતે ફ્લાઇટની કોકપિટ વિન્ડો પર મધમાખીઓના ટોળાએ હુમલો કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.